૧૫ વર્ષની દલિત છોકરી પર બળાત્કાર કરવાના આરોપમાં એક વ્યક્તિને ૨૦ વર્ષની જેલની સજા

 

(એજન્સી) વારાણસી, તા.૨૬
મહિલાઓ અને બાળકો સંબંધિત ગુનાઓમાં આરોપીઓ સામે ઝડપી અને મહત્તમ દંડાત્મક કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે ઓપરેશન કન્વિક્શનના ભાગરૂપે ચલાવવામાં આવી રહેલા એક ખાસ અભિયાન હેઠળ ભદોહીની એક કોર્ટે ગુરૂવારે ૨૦૨૪માં ૧૫ વર્ષની દલિત છોકરી પર બળાત્કાર કરવાના આરોપમાં ૨૨ વર્ષીય પુરૂષને દોષિત ઠેરવ્યો અને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી. દુર્ગેશની અધ્યક્ષતામાં ભદોહીના જ્ઞાનપુરના ખાસ ન્યાયાધીશ (પોક્સો)ની કોર્ટે પોક્સો એક્ટની કલમ ૩/૪(૨) અને આઈપીસીની કલમ ૩૭૬(૩) હેઠળ પુરૂષને દોષિત ઠેરવ્યો. તેને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. દંડ ન ભરવાના કિસ્સામાં તેને વધારાની છ મહિનાની કેદની સજા ભોગવવી પડશે. છોકરીની માતાની ફરિયાદ પર પોલીસે ૧૭ એપ્રિલ, ૨૦૨૪ના રોજ હ્લૈંઇ નોંધી હતી. ફરિયાદ મુજબ છોકરી ૧૨ એપ્રિલે ઘરવખરીની વસ્તુઓ ખરીદવા માટે ઘરેથી નીકળી હતી પરંતુ પાછી ફરી ન હતી. FIRમાં મહિલાએ ભદોહીના રહેવાસી અખિલેશ યાદવ પર તેની પુત્રીનું અપહરણ કરવાનો, તેને મુંબઈ લઈ જવાનો અને તેના પર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો. છથી સાત દિવસ પછી તેણે તેને હાંડિયામાં છોડી દીધી, જેના પછી તે ઘરે પરત ફરી. ગોપીગંજ પોલીસ સ્ટેશન હદ હેઠળ આવતા જગન્નંદનપટ્ટી (કિશુંદેપુર) ગામનો રહેવાસી આરોપી,IPC પોક્સો એક્ટ અને SC/ST એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદ પક્ષના વકીલ ADGC  ધીરજ શુક્લાએ પીડિતાની જન્મ તારીખ રેકોર્ડ, મેડિકલ રિપોટ્‌ર્સ અને આરોપી અને છોકરીની મુંબઈની હિલચાલ દર્શાવતા સ્થાનની વિગતો સહિતના પુરાવા રજૂ કર્યા. ફરિયાદ પક્ષે કડક સજાની માંગ કરી. વૈજ્ઞાનિક તપાસ, સચોટ પુરાવા સંગ્રહ અને કોર્ટ સમક્ષ ચાર્જશીટ સમયસર રજૂ કર્યા બાદ અસરકારક કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks