તમિલનાડુ સરકાર મૃતક દલિત યુવકના પરિવારને ૧૧ લાખ ચૂકવશે

(એજન્સી) ચેન્નાઈ, તા.૮
મદ્રાસ હાઈકોર્ટે તામિલનાડુ સરકારને અનુસૂચિત જાતિ સમુદાયના ૨૬ વર્ષીય યુવકની માતાને વળતર રૂપે ૧૦.૭ લાખ ચૂકવવાનો આદેશ આપ્યો છે, જેણે સબ-ઇન્સ્પેક્ટર દ્વારા જાતિ આધારિત અપમાનથી મેલપાડી પોલીસ સ્ટેશનની સામે આત્મહત્યા કરી હતી. મૃતક આર સરથકુમારની માતા આર માઘી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને મંજૂરી આપતા ન્યાયધીશ જી.કે. ઇલાન્થિરાયને ૧૦.૭ લાખ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. અરજદારે જણાવ્યું હતું કે તેના ચાર પુત્રોમાંથી એક પર મેલપાડી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર દ્વારા ક્રૂર હુમલો કરવામાં આવ્યો હતો, જેમણે તેના પર રેતી ચોરીનો આરોપ મૂક્યો હતો. જો કે તેના પુત્રએ આ આરોપને નકારી કાઢ્યા હતો તેમજ તેનો નાનો પુત્ર સરથકુમાર સૌથી પછાત સમુદાયની છોકરી સાથે પ્રેમમાં પડ્યો હતો અને તેના બે પુત્રો સામે ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અરજદારે જણાવ્યું કે ૧૧ એપ્રિલ, ૨૦૨૨ના રોજ જ્યારે સરથકુમાર તેમના ભત્રીજા સાથે મોટરસાયકલ પર સવારી કરી રહ્યો હતો, ત્યારે એસઆઈ (જીૈં)એ તેમને અટકાવ્યા અને તેમની જાતિના નામથી બોલાવીને તેની સાથે દુર્વ્યવહાર કર્યો. તેને માર પણ માર્યો હતો. આ ઘટનાથી અપમાનિત થઈને સરથકુમારે પોલીસ સ્ટેશનની સામે જ પોતાની જાતને આગ લગાવી દીધી હતી. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) નિયમો હેઠળ, મૃતકના પરિવાર રૂા.૮.૨૫ લાખનું વળતર મળવા પાત્ર છે. પરંતુ રાજ્યે ૩.૭૫ લાખની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી અને પરિવારને માત્ર ૧.૩ લાખ જ પૂરા પાડવામાં આવ્યા હતા, જેના કારણે તેઓને હાઈકોર્ટમાં જવા મજબૂર થયા હતા.
અરજીને મંજૂરી આપતાં કોર્ટે તમિલનાડુને ચાર અઠવાડિયાની અંદર પરિવારને ૧૦.૭ લાખ ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે ૧૫% અનુસૂચિત જાતિ ક્વોટાની અંદર પેટા-જૂથોને મંજૂરી આપી
સુપ્રીમ કોર્ટે રાજ્યોને સામાજિક-આર્થિક પછાત અને સરકારી નોકરીઓમાં ઓછા પ્રતિનિધિત્વના આધારે અનુસૂચિત જાતિઓને પેટા-વર્ગીકરણ કરવાની મંજૂરી આપી છે. તેમાં SC અને ST વચ્ચેના લોકોને આરક્ષણમાંથી બાકાત રાખવા માટે જણાવવામાં આવ્યુ હતું. આ ૬ઃ૧ ચુકાદાએ ૨૦૦૪ના ચિન્નૈયાના ચુકાદાને રદિયો આપ્યો હતો, જે વાસ્તવિક સમાનતા માટે પેટા-વર્ગીકરણ અને દલિત બાકાતને સમર્થન આપવાની માહિતી પર ભાર મૂકે છે.
વડાપ્રધાન મોદીએ મધ્યપ્રદેશની ઘટનામાં મૃતકોના પરિજનોને રૂા.૨ લાખની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી
મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં દિવાલ ધરાશાયી થતાં મૃત્યુ પામેલા નવ બાળકોના પરિવારો માટે નાણાકીય સહાયની જાહેરાત કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. ભારે વરસાદને કારણે દીવાલ તૂટી ગઈ હતી. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે અને સ્થાનિક સત્તાવાળાઓ મદદ કરી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks