તલ ગામમાં હત્યાઓ બાદ વેસ્ટ બેંક સળગી ઊઠ્યું

નેબ્લસ નજીક ઇઝરાયેલી સેટલર્સના ઘાતક હુમલા બાદ દરોડા, આગચંપી, રસ્તાઓ બંધ અને સામૂહિક ધરપકડોનો દોર શરૂ; ગાઝામાં “યુદ્ધવિરામ” છતાં મૃત્યુઆંક ૧,૨૦૦ને પાર

(એજન્સી) જેરૂસલેમ/નેબ્લુસ, તા.ર૮
ઓક્યુપાઈડ વેસ્ટ બેંકમાં સ્થિત તલ (Tal) ગામના પૂર્વ કિનારે આવેલી ગેરકાયદેસર ‘હવાત ગિલદ’ વસાહતના ૨૦થી વધુ ઇઝરાયેલી સેટલર્સે પેલેસ્ટીનીઓના ઘરો પર હુમલો કર્યો હતો. ગામલોકોએ શરૂઆતમાં તેમને તારવી કાઢ્યા હતા, પરંતુ ટૂંક સમયમાં જ આ સેટલર્સો ઇઝરાયેલી સૈનિકો સાથે પાછા ફર્યા હતા. હિંસા દરમિયાન રમદાન પરિવારના ચાર પેલેસ્ટાઈની નાગરિકો, એક સેટલર અને એક ઇઝરાયેલી સૈનિકનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ ઇઝરાયેલી દળો અને સેટલર્સો દ્વારા આચરવામાં આવેલી વળતી હિંસા, દરોડા, ઘરોનો વિનાશ અને આગચંપીથી સમગ્ર વેસ્ટ બેંકમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ છે.‘ફાર્મ્સને નિયમિત કરો’ : નેતાન્યાહુનો મોટો લશ્કરી નિર્ણયહત્યાની આ ઘટનાના થોડા જ કલાકોમાં ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ મોટા પાયે લશ્કરી કામગીરીના આદેશ આપ્યા હતા. જેમાં કથિત પેલેસ્ટીની હુમલાખોરોના ઘરો તોડી પાડવા, ‘આતંકવાદી હોટસ્પોટ’ ગણાતા ગામોના વર્ક પરમિટ રદ કરવા, સૈન્ય ટુકડીઓને મજબૂત કરવા અને ગેરકાયદેસર સેટલર ફાર્મ્સ તેમજ ચોકીઓને ઝડપથી નિયમિત (ઇીખ્તેઙ્મટ્ઠિૈજી) કરવાનો સમાવેશ થાય છે. નાણાં પ્રધાન બેઝાલેલ સ્મોટ્રિચે “લોખંડી હાથ” (ૈંર્િહ કૈજં)થી જવાબ આપવાની ચિમકી આપી છે, જ્યારે નેશનલ સિક્યુરિટી પ્રધાન ઇતામાર બેન-ગવિરે દરેક ગામની હાલત ગાઝાના બીટ હાનૂન જેવી કરવાની ધમકી આપી હતી. વીકેન્ડ સુધીમાં વેસ્ટ બેંકમાં ઇઝરાયેલી સેનાની ૨૬ બટાલિયન તૈનાત કરી દેવામાં આવી છે.
આગચંપી, રસ્તાઓ બંધ અને મસ્જિદોને સળગાવવાનો વીકેન્ડઘટના બાદ સેટલર્સો દ્વારા સમગ્ર વેસ્ટ બેંકમાં ૩૦થી વધુ અલગ-અલગ હુમલાઓ કરવામાં આવ્યા હતા :સરા અને ફરાતા ગામ : સરા ગામમાં સેટલર્સે ૬ પેલેસ્ટીની ઘરો અને ૫ વાહનોને આગ ચાંપી દીધી હતી. જ્યારે ફરાતામાં લાકડાના શોપ, બે ઘરો અને ખેતીની જમીનો સળગાવી દેવાઈ હતી.મસ્જિદો પર હુમલા : કુસરા ગામમાં નિર્માણધીન ‘અલ-રહમા’ મસ્જિદ અને તુલકરેમ નજીકના કૂર ગામની મસ્જિદને સેટલર્સે આગ ચાંપી દીધી હતી અને દીવાલો પર હિંસક તથા વંશીય સૂત્રો લખ્યા હતા.અવરોધો અને કડક નિયંત્રણો : નેબ્લસ નજીક ઇઝરાયેલી દળોએ રસ્તાઓ અને ગેટ બંધ કરી દીધા છે. જેના કારણે એમ્બ્યુલન્સ અને ડાયાલિસિસના દર્દીઓને હોસ્પિટલ પહોંચવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગાઝામાં ’યુદ્ધવિરામ’ છતાં મૃત્યુઆંક ૧,૨૦૩ પર પહોંચ્યોબીજી તરફ ગાઝા પટ્ટીમાં ઓક્ટોબર ૨૦૨૫ના “યુદ્ધવિરામ” પછી પણ ઇઝરાયેલી હુમલાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. ગાઝાના આરોગ્ય મંત્રાલય અનુસાર, યુદ્ધવિરામ બાદથી અત્યાર સુધીમાં ૧,૨૦૩ પેલેસ્ટીનીઓ માર્યા ગયા છે. તાજેતરમાં ડ્રોન હુમલાઓમાં ઉત્તરી ગાઝાના પોલીસ વડા બ્રિગેડિયર-જનરલ અબ્દુલ-નાસેર અલ-મકાદમા સહિત અનેક નાગરિકો અને સુરક્ષા અધિકારીઓએ જીવ ગુમાવ્યા છે. ઉપગ્રહ ઈમેજરી અનુસાર, ઇઝરાયેલ ગાઝાને બે ભાગમાં વિભાજિત કરતી ૨૩ કિમી લાંબી માટીની દીવાલ બનાવી રહ્યું છે. આ સાથે જ ખાદ્ય અને તબીબી સહાયના અભાવે ગાઝામાં ૬૭% વસ્તી ગંભીર ભૂખમરાનો સામનો કરી રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks