તસવીર ટુડે ‘ગાઝામાં ઈદ’

ઇધર આ સિતમગર હુનર આઝમાએં, તુ તીર આઝમા હમ જિગર આઝમાએં
સમગ્ર અરબ દેશોમાં બુધવારે ઇદ-ઉલ-ફિત્રની નમાઝ અદા કરવામાં આવી હતી ત્યારે દુનિયાના સૌથી ભયાનક હત્યાકાંડનો સામનો કરનાર પેલેસ્ટીનમાં પણ ઇદની નમાઝ અદા કરવામાં આવી હતી. યહૂદી દેશ ઇઝરાયેલ દ્વારા સતત બોમ્બમારા અને ગોળીબાર વચ્ચે સૌથી ખોફનાક ભૂખમરાનો સામનો કરતા ગાઝા તથા પેલેસ્ટીનના લોકોના જુસ્સાને સલામ કરવાનું મન થાય તે રીતે બુધવારે આટ-આટલી મુશ્કેલીઓનો સામનો કરવા છતાં ઇદના દિવસે પેલેસ્ટીનના લોકોએ એકજૂટ થઈને ઇદનો તહેવાર મનાવ્યો હતો. યહૂદી દેશ ઇઝરાયેલ દ્વારા સતત હુમલાઓ વચ્ચે કોઈએ પોતાના બાળકો તો બાળકોએ પોતાના માતા-પિતા ગુમાવ્યા છે ત્યારે આટલી હિંમત અને મજબૂત મનોબળ રાખનારા લોકો એવું જ વિચારતા હશે કે ‘ઇધર આ સિતમગર હુનર આઝમાએં, તું તીર આઝમા હમ જિગર આઝમાએં’. બુધવારે ઇદના દિવસે બરબાદ થયેલા ગાઝાની ગલીઓઓમાં ખુલ્લા આકાશે લોકોએ ઇદ-ઉલ-ફિત્રની નમાઝ અદા કરી હતી ત્યારે બીજી તસવીર મસ્જિદ અલ-અકસાની છે ત્યાં હજારો પેલેસ્ટીનીઓએ ઇદના દિવસે પોતાની જવાબદારી અદા કરી હતી

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts