તસવીર ટુડે ‘ગાઝામાં ઈફતાર’

રમઝાન મહિનો તેના ઉતરાર્ધમાં પહોંચી ચૂક્યો છે અને દુનિયાભરના મુસ્લિમો ઈબાદતની સાથોસાથ ઈફતાર પાર્ટીઓની લિજ્જત માણી રહ્યા છે. ટૂંક સમયમાં લોકો ઈદની શોપિંગમાં પણ મશગૂલ થઈ જશે પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે આપણા જ બાંધવો ગાઝામાં એક એક દાણા માટે તરસી રહ્યા છે. આપણે અન્નનો એટલો બગાડ કરીએ છીએ જ્યારે ગાઝામાં અનાજના એક એક દાણાની બહુ મોટી કિંમત છે. પ્રથમ તસવીર દક્ષિણ ગાઝા પટ્ટીના રફાહની છે જ્યાં ઈફતાર પહેલા પેલેસ્ટીનીઓ ભોજન મળે તેની રાહ જોઈ રહ્યા છે. ખાલી વાસણ અને એક બાળકીના ચહેરા પર ભૂખ અને પીડાના ઉપસેલા કરૂણ ભાવો કોઈપણ પથ્થર દિલને પીગળાવી દેવા માટે પૂરતા છે. બીજી તસવીર પણ રફાહની જ છે જ્યાં ખાલી વાસણો અને ભૂખ્યાં પેટ સાથે ભોજનની રાહ જોઈ રહેલા લોકોની છે… જો કે ખાલી વાસણો સાથે કતારમાં બેસવાથી ભોજન મળી જશે એની ગાઝામાં હાલ કોઈ ગેરંટી નથી… ઈફતારીનો સમય વીતી ગયા બાદ પણ ઘણી વખત તેમને ભોજન નસીબ થતું નથી ત્યારે બીજાના દુઃખ-ભૂખને ભૂલીને ઈફતાર પાર્ટીઓમાં મસ્ત એવા મુસ્લિમો માટે આ તસવીરો શું કહી જાય છે ?

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts