
ઈબાદતો અધૂરી રહી ગઈ અને માહે રમઝાન પૂર્ણતાને આરે પહોંચી ગયો… દુનિયાભરમાં હવે રમઝાનના મહિનાને વિદાય અપાઈ રહી છે ત્યારે ઈઝરાયેલના અમાનવીય અને ક્રૂર હુમલાઓ અને દુષ્ટતાથી મોટા પ્રમાણમાં તબાહ થયેલા ગાઝા શહેરમાં સ્થિતિ રમઝાનની શરૂઆતમાં જેવી હતી તેવી જ અંત ભાગમાં પણ રહી છે. છતાં ઉલ્લેખનીય બાબત એ છે કે ગાઝાવાસીઓની અલ્લાહ પ્રત્યેની અતૂટ અને અખૂટ શ્રદ્ધામાં કોઈ ઓટ આવી નથી. પ્રથમ તસવીરમાં રફાહ ખાતે પોતાના તૂટેલા ઘરના કાટમાળમાં ઈફતારી કરી રહેલો પરિવાર નજરે પડે છે જ્યારે બીજી તસવીરમાં ઈઝરાયેલના હુમલામાં બચી ગયેલી એક શાળાના પ્રાંગણમાં તરાવીહની નમાઝ અદા કરી રહેલા પેલેસ્ટીનીઓ નજરે પડે છે.
Facebook
0
Twitter
0