
પવિત્ર માહે રમઝાન હવે બિલકુલ તેના અંતિમ ચરણમાં પહોંચી ગયો છે. વિશ્વભરમાં હવે ઈદના ચાંદની વાટ જોવાઈ રહી છે. આજકાલમાં જ સર્વત્ર ઈદુલ ફ્રિત્રની ઉજવણી શરૂ થઈ જશે પરંતુ ગાઝામાં તો જેવા રોઝા વીત્યા એવી જ તકલીફોમાં ઈદ પણ વીતશે એમ જણાઈ રહ્યું છે. છતાં ગાઝામાં વસતા પેલેસ્ટીનીઓનો જુસ્સો અને ઈમાન અકબંધ છે. પ્રથમ તસવીરમાં બૈત લહિઆ ખાતે આવેલા પોતાના મકાનના કાટમાળમાં ઉમ્મ નાએલ અલ-ખલૌત નામની પેલેસ્ટીની મહિલા સહેરીનું ભોજન બનાવી રહી છે. જ્યારે તેમના પરિવારના વડીલ ઈસ્માઈલ અલ-ખલૌત કુર્આન પઢી રહ્યા છે. દુષ્ટ ઈઝરાયેલે ગાઝાપટ્ટીના લોકોના ઘરો-જાનમાલને નષ્ટ કર્યા છે પરંતુ તેમના મજબૂત ઈમાનને નષ્ટ કરી શક્યું નથી.
Facebook
0
Twitter
0