
રમઝાનના પવિત્ર માસમાં આમ તો દરેક પ્રકારની ઈબાદતનું અનેરૂં મહત્ત્વ છે પરંતુ કુર્આન શરીફનું પઠન તો વિશેષ મહત્ત્વ ધરાવે છે. આડે દિવસે કુર્આન ન પઢનારા મુસ્લિમો પણ આ મુબારક મહિનામાં કુર્આનનું પઠન અવશ્યક કરે છે. પ્રથમ તસવીર યમનના પાટનગર સના ખાતે આવેલી શહેરની સૌથી મોટી મસ્જિદમાં રોજદારો સામૂહિક કુર્આનની તિલાવત કરી રહ્યા છે. જ્યારે બીજી તસવીરમાં ફિલિપાઈન્સના માર્કિના ખાતે એક મસ્જિદમાં કુર્આન પઢી રહેલા ફિલીપીનો મુસ્લિમો નજરે પડે છે.
Facebook
0
Twitter
0