
પેલેસ્ટીન અને સુદાન એ બે એવા દેશો છે કે જ્યાં અનેક પ્રકારની તકલીફો, હિંસા, ભૂખમરો, અછત, દુકાળ વગેરે જેવી જીવલેણ સમસ્યાઓ હોવા છતાં ત્યાંના પીડિત દુઃખી લોકોમાં પણ માહે રમઝાન અંગેનો જુસ્સો નબળો પડ્યો નથી. અલ્લાહ રાખેે તે હાલમાં તેનો શુક્ર અદા કરતા રહેેવાનો માર્ગ આ બંને તકલીફગ્રસ્ત દેશોના મુસ્લિમોએ અપનાવ્યો છે… એમના આ જુસ્સાને સલામ કર્યા વગર રહેવાય તેમ નથી અને એમના સુખદ દિવસો માટે દુઆ કરવી પણ એટલી જરૂરી છે… આપણે જાતજાતના પકવાન વચ્ચે ઈફતાર કરવા બેસીએ તે પૂર્વે આ પીડિત બિરાદરો માટે આપણે દુઆ કરવાનું ભૂલવું ન જોઈએ… રોઝો રાખ્યો હોય ત્યારે ઈફતાર તો સૌ પોતપોતાની શક્તિ મુજબ કરે જ છે. પ્રથમ તસવીર ઈઝરાયેલના કબજા હેઠળ રહેતા વેસ્ટ બેંકના હેબ્રોનના એક પેલેસ્ટીની વિક્રેતા ઓલિવ (જૈતુન) અને જુદી જુદી જાતના અથાણા પોતાની દુકાનમાં ગોઠવી રહ્યો છે જ્યારે બીજી તસવીર સુદાનના ખાર્ટુમની છે જ્યાં એક સુદાની મહિલા ઈફતાર માટેની એક રાબ જેવી વાનગી રક્કા કે જેને વ્હાઈટ ઈબ્રી પણ કહેવાય છે તેને બનાવી રહી છે. મકાઈ અને મસાલામાંથી આ પ્રવાહી વાનગી રાંધવામાં આવે છે.