તસવીર ટુડે માહે રમઝાનની વૈશ્વિક ઝલક

ઈબાદત માટે પવિત્ર માહે રમઝાનનો પ્રથમ અશ્રહ આજે પૂરો થઈ રહ્યો છે. જોતજોતમાં પ્રથમ દસ રોઝા વીતી ગયા અને અકીદતમંદોને હજી ઈબાદતમાં ઘણું બધું ખૂટી રહ્યું હોવાનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે રોઝાની પરાકાષ્ટા એટલે કે ઈફતારી વેળાએ દુનિયાના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ માહોલ છે… ઈઝરાયેલના ક્રૂર આક્રમણને કારણે પેલેસ્ટીનીઓ માટે આ મુબારક મહિનામાં પણ આપત્તિઓ-તકલીફોમાં કોઈ કમી આવી નથી. પ્રથમ તસવીરમાં દક્ષિણ ગાઝા પટ્ટીમાં આવેલા રફાહ ખાતે પોતાના નાશ પામેલા ઘરના કાટમાળ વચ્ચે બેસીને એક પરિવાર ઈફતાર કરી રહ્યો છે જ્યારે બીજી તસવીર પાકિસ્તાનના લાહોરની છે જ્યાં સ્વયંસેવકો વિવિધ પરિવારોને મફતમાં ઈફતારીનું ભોજન પીરસી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks