તુર્કીએ ર૦ ઈરાકીઓની દાઈશની સાથે કામ કરવાની આશંકામાં ધરપકડ કરી

 

(એજન્સી) તા.૪
તુર્કીની રાજધાની અંકારામાં ર૦ ઈરાકી નાગરિકોની દાઈશની સાથે કામ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. સ્થાનિક સૂત્રોએ જણાવ્યું કે દેશની આતંકવાદ વિરોધી પોલીસ અને જાસૂસી સેવાઓએ દાઈશની સાથે સંબંધ હોવાની શંકામાં ૧૮ ઈરાકીઓની ધરપકડ કરી હતી જ્યારે બે શંકાસ્પદોની તપાસ જારી છે. પાછલા મહિને તુર્કીની સુરક્ષા સેવાઓએ ર૯૪ શંકાસ્પદોની દાઈશ સાથે સંબંધની આશંકામાં ધરપકડ કરી અને ઈસ્તંબુલ, અંકારા અને અદાના સહિત દેશની અનેક પ્રમુખ શહેરોમાં આતંકવાદી પૃષ્ઠભૂમિની એક શ્રેણીને સમાપ્ત કરી દીધી. દેશમાં ટ્રિબ્યુનલ દાઈશ સહયોગીઓની તપાસ માટે સતત સુરક્ષા અભિયાન ચલાવે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks