તેઓ ગણિતમાં નિષ્ફળતામાંથી માંડ-માંડ બચી ગયા અને હવે તેમની પાસે ૧.૧ અબજ ડૉલરની રોકેટ કંપની છે, ભારતના ‘એલોન મસ્ક’ને મળો

પવન ચંદનાની કંપની સ્કાયરૂટ એરોસ્પેસે ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-૧ લોન્ચ કર્યું છે, ચંદનાએ ૨૦૧૮માં તેમના મિત્ર નાગા ભરત ડાકા સાથે મળીને ભારતનું પ્રથમ અવકાશ યુનિકોર્ન સ્થાપ્યું હતું,ISROના પૂર્વ વૈજ્ઞાનિક પવન ચંદના તેમના શાળાના દિવસોમાં ગણિતમાં ખૂબ નબળા હતા, પવનની વાર્તા સાબિત કરે છે કે, જો તમારી પાસે ખૂબ હિંમત હોય, તો બાળપણની નબળાઈઓ પણ તમને રોકી શકતી નથી

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
આજે ભારતે ઐતિહાસિક સફળતા મેળવી. દેશના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-૧ને ખૂબ ગર્વ સાથે અવકાશમાં ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યું. સ્કાયરૂટ એરોસ્પેસના સ્થાપક પવનકુમાર ચંદનાએ આકાશમાં આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. વિક્રમ-૧ એ એક એવા માણસની સફળતાની વાર્તા છે જે તેના શાળાના દિવસોમાં ગણિતના આંકડાઓથી ડરતો હતો અને ભાગ્યે જ ગણિતની પરીક્ષા પાસ કરી શક્યો હતો પરંતુ આજે તે ડરને બળતણમાં ફેરવીને પવને અવકાશમાં સૌથી જટિલ ગણતરીઓમાં નિપુણતા મેળવી લીધી છે. બાળપણમાં સંખ્યાઓથી ડરતો આ છોકરો હવે દુનિયા તેને ભારતનો એલોન મસ્ક કહે છે. પવને ISROમાં પોતાની પ્રતિષ્ઠિત નોકરી છોડી દીધી અને દેશને તેની પહેલી ખાનગી અવકાશ-ટેક યુનિકોર્ન કંપની, જેની કિંમત ૧.૧ અબજ ડૉલર હતી, માત્ર આઠ વર્ષમાં આપી. ૧૯૯૧માં હૈદરાબાદમાં જન્મેલા પવન ચંદના તેના શાળાના દિવસોમાં એક સરેરાશ વિદ્યાર્થી હતા. તે સંખ્યાઓથી ડરતા હતા અને ગણિત તેમના માટે એક મોટો ખતરો હતો. એક સમયે તેણે ગણિતની પરીક્ષામાં ફક્ત ૫૧ ગુણ મેળવ્યા હતા, ભાગ્યે જ પાસ થયા હતા. તેના પિતાએ તેને પ્રોત્સાહન આપ્યું અને તેને IIT કોચિંગમાં દાખલ કર્યો. અહીં પવનનો સંખ્યાઓનો ડર દૂર થઈ ગયો અને તેને ગણિતનો અભ્યાસ કરવાનો આનંદ આવવા લાગ્યો. પવન ચંદનાએ પહેલા પ્રયાસમાં IIT પરીક્ષા પાસ કરી. ૨૦૦૭માં તેણે ૈૈંં્‌ ખડગપુરમાં પ્રવેશ મેળવ્યો, જ્યાં તેણે B.Tech અને M.Tech ડિગ્રી મેળવી. જ્યારે તેના મિત્રો લાખો ડૉલરના પગાર સાથે વિદેશમાં નોકરીઓનું સ્વપ્ન જોતા હતા, ત્યારે પવનનું હૃદય રોકેટ સાયન્સ પર કેન્દ્રિત હતું.ISROમાં કામ કરતી વખતે પવનને સમજાયું કે ભવિષ્યમાં નાના ઉપગ્રહોની માંગ વધશે. વિશ્વને એવા રોકેટની જરૂર છે જે માંગ પર લોન્ચ કરી શકાય. પવને તેના મિત્ર નાગા ભારત ડાકા સાથે મળીને જૂન ૨૦૧૮માં હૈદરાબાદમાં સ્કાયરૂટ એરોસ્પેસની સ્થાપના કરી, જ્યારે તે હજુ પણ સરકારી કર્મચારી હતો. તેમનું મિશન સ્પષ્ટ હતુંઃ મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને કેબ બુક કરવા જેટલું જ અવકાશ યાત્રા સરળ બનાવવી. ૨૦૧૮માં ભારતમાં ખાનગી અવકાશ ઉડાન માટે સ્પષ્ટ નીતિનો અભાવ હતો. અવકાશ સ્ટાર્ટઅપ્સ માટે એક મજબૂત ભંડોળ ઇકોસિસ્ટમ પણ અસ્તિત્વમાં હતી. આ હોવા છતાં બંને વિશ્વના સૌથી મુશ્કેલ એન્જિનિયરિંગ પડકારોમાંથી એકનો સામનો કરવા માટે નીકળ્યા. તે સમયે બધાએ માન્યું હતું કે, તેઓ સફળ થવાની શક્યતા નથી. સ્કાયરૂટ ભારતનું પ્રથમ સ્પેસ-ટેક યુનિકોર્ન સ્ટાર્ટઅપ છે. બ્લેકરોક અને ટેમાસેક જેવા વૈશ્વિક દિગ્ગજોએ તેમાં રોકાણ કર્યું છે. મે ૨૦૨૬માં ૬ કરોડ ડૉલરના નવા ભંડોળની પ્રાપ્તિ સાથે, સ્કાયરૂટ એરોસ્પેસનું કુલ મૂલ્ય આશરે ૧.૧ અબજ ડૉલર સુધી પહોંચી ગયું છે. પવનને પ્રતિષ્ઠિત ફોર્બ્સ ૩૦ અંડર ૩૦ એશિયા યાદીમાં પણ સામેલ કરવામાં આવ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks