
(એજન્સી) પૂણે, તા.૨૬
રોજો રાખેલા એક યુવાન મુસ્લિમ ઓટો રિક્ષા ડ્રાઈવરે દાવો કર્યો કે હોળી મનાવી રહેલા એક જૂથે બળજબરીથી તેના પર રંગો અને પાણી ફેંકીને તેનો ઉપવાસ તોડાવી દીધો હતો. આ ઘટના ૨૫ માર્ચે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં બની હતી. અહેવાલો અનુસાર, ડ્રાઈવર, ખાન મોહમ્મદ કાદિરે કલવાથી એક મહિલા મુસાફરને બેસાડી હતી અને તે ખારેગાંવ જઈ રહ્યો હતો. મેં પેસેન્જરને કાલવાના ડીમાર્ટ વિસ્તારમાંથી બેસાડી હતી એને હું તેને ખારેગાંવમાં મૂકવા જઈ રહ્યો હતો. જ્યારે અમે ખારેગાંવ નાકા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ચારથી પાંચ અજાણ્યા શખ્સોએ મારી રિક્ષા રોકી હતી અને બળજબરીથી મારા પર કલર લગાવ્યા હતા. મેં તેમને વિનંતી કરી કે મારો ઉપવાસ છે તેમ છતાં તેઓએ સાંભળ્યું નહીં કાલવાના રહેવાસી કાદિરે કહ્યું. ટોળાએ કાદિરની રિક્ષાની વિન્ડશિલ્ડ પણ તોડી નાખી હતી. ગભરાયેલી મહિલા મુસાફરે પુરૂષોને અમને જવા દેવાની વિનંતી કરી. મારે મારો ઉપવાસ તોડવો પડ્યો મને તે ગમ્યું નહીં. કાર્યવાહી માટે મને પોલીસ જરૂર હતી, તેણે કહ્યું. કાદિરે કલવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.