(એજન્સી) જલંધર, તા.ર૮
વિવિધ દલિત સંગઠનોના સભ્યોએ રાજ્યપાલને એક માગણી પત્ર આપીને માંગ કરી હતી કે, ગુરૂ રવિદાસ સાથે જોડાયેલી વિવિધ ઈમારતોને તોડી પાડવાનું કામ અટકાવવામાં આવે. આ ઈમારતોમાં વિકાસ મોલી ખાતે આવેલ ગુરૂ રવિદાસના મંદિરો અને ચંદીગઢમાં સેક્ટર ૫૮ અને ચંદીગઢ ખાતે ભગવાન વાલ્મિકીના સાત મંદિરોનો સમાવેશ થાય છે. રાજ્યપાલે ચંડીગઢના ડેપ્યુટી કમિશનરને પત્ર સોંપ્યો હતો. દલિત સંગઠનોના સભ્યોની અન્ય માંગણીઓમાં દિલ્હીના તુગલકાબાદ ખાતે ગુરૂ રવિદાસને સમર્પિત મંદિરનું નિર્માણ અને હોશિયારપુર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વચન મુજબ આદમપુર એરપોર્ટનું નામ શ્રી ગુરૂ રવિદાસના નામ પર રાખવાનો પણ સમાવેશ થાય છે તેમજ તેમણે રાજ્યમાં વસ્તી મુજબ જીઝ્ર(દલિત) અનામત; સરકારી હોસ્પિટલોની સમકક્ષ ખાનગી હોસ્પિટલના દરોમાં સુધારો; અનામત મુજબ ૨૩ જિલ્લાઓમાં વરિષ્ઠ પોલીસ કર્મચારીઓની પ્રતિનિયુક્તિઓ; સમુદાયના સંતોના નામ પર વિવિધ ચોકનું નામકરણ; શહીદ બાબા નિહાલ સિંહ તપ સ્થાન અને તલ્હાન સાહિબના ભક્તો માટે મફત બસ સેવા અને તલ્હાન સાહિબ ખાતે છોકરીઓ માટે મફત કૉલેજ અને ન્યાયિક અભ્યાસક્રમોની માગણી કરી છે. પ્રતિનિધિ મંડળના સભ્યોમાં પંજાબના ગુરૂ રવિદાસ સાધુ સંપ્રદાય સોસાયટીના સંત કુલવંત રામ; તાપ સ્થાનથી શ્રી ખુરાલગઢ સાહિબના બાબા કુલવંત સિંહ; ચંદીગઢના દેસ રાજ અને શ્રી ગુરૂ રવિદાસ ટાઈગર ફોર્સના જસ્સી તલ્હાનનો સમાવેશ થાય છે.