
મંઝાનપુર નગરપાલિકા વિસ્તારમાં દલિત કબ્રસ્તાનની જમીન પર ગેરકાયદેસર અતિક્રમણ કરતા ત્યાં મહિલાઓ એકત્ર થઈ ગયી હતી, મહિલાઓ સામૂહિક રીતે ડીએમ ઓફિસ પહોંચી અને અધિકારીઓ પાસેથી ન્યાયની અપીલ કરી, ડીએમ ઓફિસમાં એડિશનલ મેજિસ્ટ્રેટે અરજી લીધી હતી અને એસડીએમને તપાસ કરવા અને કાર્યવાહી કરવા જણાવ્યું હતું
(એજન્સી) તા. ૨૦
મંઝાનપુર નગરપાલિકા વિસ્તારમાં દલિત કબ્રસ્તાનની જમીન પર ગેરકાયદેસર અતિક્રમણ કરતા ત્યાં મહિલાઓ એકત્ર થઈ ગઈ હતી. મહિલાઓ સામૂહિક રીતે ડીએમ ઓફિસ પહોંચી અને અધિકારીઓ પાસેથી ન્યાયની અપીલ કરી હતી. ડીએમ ઓફિસમાં એડિશનલ મેજિસ્ટ્રેટે અરજી લીધી હતી અને એસડીએમને તપાસ કરવા અને કાર્યવાહી કરવા જણાવ્યું હતું. સુમિત્રા દેવી, પત્ની રામ નરેશ અને અન્ય એક ડઝનથી વધુ દલિત પરિવારો મંઝાનપુર નગરપાલિકાના હઝરતગંજ વિસ્તારમાં રહે છે. આ વિસ્તારમાં ૧ વીઘા જમીન આવેલી છે, જમીન ખાતું નંબર ૧૨૩૮, ગાટા નંબર ૧૮૪૨ છે. દલિત સમુદાય આ જમીન પર તેમના પરિવાર અને પૂર્વજોના અંતિમ સંસ્કાર અને દફનવિધિ કરે છે.
મહિલા સુમિત્રા દેવીએ જણાવ્યું હતું કે, આઝાદ નગર વિસ્તારના રહેવાસી હારૂનના પુત્ર મોહરમ અલી તેના લોકો સાથે મળીને કબ્રસ્તાનની જમીન પર માટી નાખીને અતિક્રમણ કરી રહ્યા હતા. અગાઉ પણ તેની સામે જમીન કબજે કરવાના કેસમાં જમીન માફિયા નંબર ૬૧૦૨૦૧૦૧૦૦૧/૨૦૨૧માં કાર્યવાહી કરવામાં આવી હતી. આ પછી પણ તે પોતાના લોકોને જમીન પર વધુ કબજો કરવા કહ્યુ હતું.
જમીનને અતિક્રમણમાંથી મુક્ત કરવાની માંગ :- પીડિતા અને અન્ય મહિલાઓ સામૂહિક રીતે ડીએમ ઓફિસ પહોંચી હતી અને અધિકારી સમક્ષ આવેદનપત્ર રજૂ કરી, આરોપીઓ સામે કાર્યવાહી કરીને જમીનને ગેરકાયદેસર અતિક્રમણથી મુક્ત કરાવવાની માંગ કરી હતી. ડીએમ રાજેશ રાયે મહિલાઓની અરજી લઈને એડિશનલ મેજિસ્ટ્રેટ મારફત એસડીએમ મંઝાનપુરને તપાસ મોકલી હતી. ડીએમએ મહિલાઓને ખાતરી આપી છે કે જો તપાસ બાદ મામલો સાચો જણાશે તો આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.