
બીજેપીના સુશીલ રિંકુએ કહ્યું કે, આ વિરોધ તેમનો નહીં પરંતુ બાબા સાહેબ અને દલિત સમાજનું અપમાન છે
(એજન્સી) તા. ૩૦
જલંધર લોકસભાના ઉમેદવાર અને પૂર્વ સાંસદ, ભાજપના સુશીલ કુમાર રિંકુએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં દલિતો પ્રત્યે ખેડૂતોની દુશ્મનાવટ વિશે વાત કરવામાં આવી છે. વીડિયોમાં રિંકુ કહી રહ્યો હતો કે તેઓ બાબા સાહેબ ભીમ રાવ આંબેડકરજીને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા. આ દરમિયાન દલિતોએ ‘મુર્દાબાદ’ના નારા લાગ્યા હતા. તેમણે આગળ કહ્યું કે, આ તેમનું નહીં પરંતુ બાબા સાહેબ અને દલિત ભાઈચારાનું અપમાન છે. વીડિયો સુશીલ કુમાર રિંકુએ તેના ફેસબુક એકાઉન્ટ પર શેર કર્યો હતો. વીડિયોમાં રિંકુએ કહ્યું, “જે રીતે આ લોકો (ખેડૂતો) આજે મને બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપવાથી રોકી રહ્યા છે, તેમને નમસ્કાર કરતી વખતે તેઓ મુર્દાબાદના નારા લગાવી રહ્યા છે. તે માત્ર મારૂં જ નહીં પરંતુ સમગ્ર દલિત સમાજનું અપમાન છે.
રિંકુએ કહ્યું, “ખેડૂતોએ અમને આજે બાબા સાહેબને પ્રણામ કરતાં અટકાવતા સમગ્ર દલિત સમાજ આજે ખેડૂતોનો બહિષ્કાર કરી રહ્યું છે.” તેમણે આગળ કહ્યું કે, “જો ક્યાંક મારી રાજકીય રેલીમાં આવો અને વિરોધ થાય તો, મને કોઈ પરવા નથી અને મને કોઈ વાતનો ડર નથી.”