બેંગ્લુરૂમાં એક દલિત વ્યક્તિએ જાતિ આધારિત દુર્વ્યવહાર અને હુમલો કરવાનો આરોપ લગાવ્યા બાદ કન્નડ અને સંસ્કૃતિ વિભાગના ડિરેક્ટર કે.એમ. ગાયત્રી પર એસસી/એસટી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ આરોપ મૂકવામાં આવ્યા છે
(એજન્સી) તા.૧૭
કન્નડ અને સંસ્કૃતિ વિભાગના ડિરેક્ટર કેએમ ગાયત્રી પર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં એક દલિત કલાકારે આરોપ લગાવ્યો હતો કે જ્યારે તેણે લાંબા સમયથી બાકી લેણાં પરત માંગ્યા ત્યારે તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. બેંગ્લુરૂના એસજે પાર્ક પોલીસ સ્ટેશનમાં ૫૫ વર્ષીય જોગીલા સિદ્ધરાજુ દ્વારા આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સિદ્ધરાજુએ આરોપ લગાવ્યો હતો કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી કલાકારોના એક જૂથને ચૂકવવાના બાકી મહેનતાણાની માંગણી માટે ડિરેક્ટરની ઓફિસ ગયા હતા. તેમના નિવેદન મુજબ, ગાયત્રીને તેમની જાતિ ઓળખની જાણ થતાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી. જ્યારે સિદ્ધરાજુએ ગાયત્રીને ચેતવણી આપી કે તે ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરશે, ત્યારે તેમણે તેના પર કમ્પ્યુટર માઉસ પેડ ફેંક્યો અને ઘટના રેકોર્ડ કરવાનો પ્રયાસ કરનાર તેના સાથીનો મોબાઇલ ફોન છીનવી લીધો હોવાનું સિદ્ધરાજુએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે અધિકારીએ જાતિવાદી ટિપ્પણીઓ સાથે તેમની સાથે મૌખિક દુર્વ્યવહાર કર્યો, જેના કારણે તેમનું અપમાન થયું અને હેરાનગતિ થઈ. પોલીસે જીઝ્ર/જી્ (અત્યાચાર નિવારણ) અધિનિયમની અનેક કલમો અને શાંતિભંગ કરવાના હેતુથી જાણીજોઇને નુકસાન પહોંચાડવા અને ઇરાદાપૂર્વક અપમાન કરવા સંબંધિત મ્દ્ગજી જોગવાઈઓ હેઠળ પ્રથમ માહિતી અહેવાલ (હ્લૈંઇ) નોંધ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, વધુ તપાસ ચાલી રહી છે. હજુ સુધી ગાયત્રીએ આરોપોનો જાહેરમાં જવાબ આપ્યો નથી.