બિહારના મુઝફ્ફરપુરના એક ગામમાં ૯ વર્ષની દલિત છોકરી પર બળાત્કાર અને મૃત્યુનો મામલો ગરમાયો છે. યુથ કોંગ્રેસે આ કેસમાં નીતિશ કુમાર સરકારને ઘેરી હતી અને આજે પટણામાં જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં સેંકડો કાર્યકરોએ ભાગ લીધો. કોંગ્રેસના કાર્યકરોએ નીતિશ કુમાર અને આરોગ્ય પ્રધાન મંગલ પાંડે વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને પીડિત પરિવાર માટે ન્યાયની માંગ કરી હતી
(એજન્સી) તા.૩
બિહારના મુઝફ્ફરપુરમાં નવ વર્ષની દલિત છોકરી પર બળાત્કાર અને મૃત્યુના કેસમાં રાજકીય ગરમાવો શરૂ થયો છે. યુથ કોંગ્રેસે આજે પટણામાં નીતિશ કુમાર સરકાર સામે બાળકીના બળાત્કાર અને મૃત્યુના કેસમાં જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું. યુથ કોંગ્રેસે સોમવારે સદાકત આશ્રમથી પોતાનો વિરોધ પ્રદર્શન શરૂ કર્યો, જેમાં સેંકડો કાર્યકરોએ ભાગ લીધો. કોંગ્રેસના કાર્યકરોએ નીતિશ કુમાર અને આરોગ્ય પ્રધાન મંગલ પાંડે વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને પીડિત પરિવાર માટે ન્યાયની માંગ કરી. હકીકતમાં, મુઝફ્ફરપુરમાં બળાત્કાર બાદ જીવન માટે સંઘર્ષ કરી રહેલી એક માસૂમ છોકરીનુ સરકારી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે, ૨૬ મેના રોજ મુઝફ્ફરપુરમાં તેના ગામમાં સગીરા પર બળાત્કાર થયો હતો અને તેને ગંભીર હાલતમાં પટના મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (PMCH) લાવવામાં આવી હતી.કોંગ્રેસના ગંભીર આરોપ દરમિયાન, કોંગ્રેસના પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રાજેશ રામે આરોપ લગાવ્યો હતો કે હોસ્પિટલમાં કથિત રીતે બેડ ન હોવાના કારણે ઁસ્ઝ્રૐમાં રિફર કરાયેલી બળાત્કાર પીડિતાને ઘણા કલાકો સુધી એમ્બ્યુલન્સમાં રાહ જોવી પડી હતી. તેમણે દાવો કર્યો હતો કે આ ઘટનાનો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે સરકાર અને હોસ્પિટલ વહીવટની અસંવેદનશીલતાનો પર્દાફાશ કરે છે.બીજા દિવસે સવારે છોકરીનું મૃત્યુ થયુંપોલીસે જણાવ્યું હતું કે, આરોપીએ સગીર છોકરીને ચોકલેટ ખવડાવવાના બહાને તેના કાકીના ઘર પાસે લલચાવી અને તેને મકાઈના ખેતરમાંલઈગયો અને ત્યાં તેના પર બળાત્કાર કર્યો. એક પોલીસ અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે, આજે સવારે છોકરીનું મૃત્યુ થયું હતું. આરોપીએ તેનું ગળું અને છાતી ક્રૂરતાથી કાપી નાખી હતી. તેણે (આરોપી) તેનું ગળું કાપીને તેને મારી નાખવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેની વોકલ કોર્ડને નુકસાન થયું હતું અને તે બોલી શકતી ન હતી. આરોપીની ધરપકડ કરવામાં આવી છે.