(એજન્સી) ચંદીગઢ, તા.૧૮
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે બુધવારે દલિત મજૂર ગુલઝાર સિંહના મૃત્યુના મામલે પંજાબ સરકાર પાસેથી ૬ ઓક્ટોબર સુધીમાં વિસ્તૃત સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. ગુલઝાર સિંહે કથિત રીતે ઝેર પીને આત્મહત્યા કરી હતી; આરોપ છે કે રાજ્યના નાણામંત્રી હરપાલ સિંહ ચીમાને ‘ચિટ્ટા’ (સિન્થેટિક ડ્રગ્સ)ના પ્રસાર અંગે પ્રશ્ન પૂછવા બદલ તેમને માફી માંગવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. શિરોમણી અકાલી દળની અનુસૂચિત જાતિ પાંખના મુખ્ય પ્રવક્તા દ્વારા દાખલ કરવામાં આવેલી જનહિત અરજી (PIL) પર આ ખંડપીઠે નિર્દેશો આપ્યા હતા; આ અરજીમાં મામલાની CBI તપાસની માંગ કરવામાં આવી હતી. ખંડપીઠે રાજ્યને વિસ્તૃત તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો, પરંતુ સાથે એવો સવાલ પણ ઉઠાવ્યો હતો કે આ તબક્કે ચીમાને કેવી રીતે સંડોવી શકાય. આ PILૈઁંન્માં સંગરુરના દિરબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી CBIની તપાસ પંજાબ પોલીસ પાસેથીCBI અથવા અન્ય કોઈ સ્વતંત્ર એજન્સીને સોંપવાની માંગ કરવામાં આવી છે BNSની કલમ ૧૦૮ અનેSC/ST(અત્યાચાર નિવારણ) એક્ટની કલમ ૩(૧)(r) અને ૩(૧)(જ) હેઠળ નોંધાયેલી આFIRમાં ગામના સરપંચ સહિત પાંચ સ્થાનિકોના નામ આપવામાં આવ્યા છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ગુલઝાર સિંહે ૬ સપ્ટેમ્બરે સંગરૂરના તૂરબંજારા ગામમાં વિકાસ કાર્યોના શિલાન્યાસ માટે આવેલા મંત્રી ચીમાનો સામનો કર્યો હતો અને પોતાના પુત્રના નશાની લતનો ઉલ્લેખ કરીને ‘ચિટ્ટા’ના પ્રસાર અંગે તેમને પ્રશ્નો પૂછ્યા હતા. આરોપ છે કે તે જ સાંજે પોલીસ કર્મચારીઓ ગુલઝાર સિંહના ઘરે તેમની ટિપ્પણીઓ અંગે પૂછપરછ કરવા ગયા હતા. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે પંચાયતના સભ્યોએ તેમને ડરાવ્યા-ધમકાવ્યા હતા અને જાતિસૂચક અપશબ્દો કહ્યા હતા. પંચાયત સમક્ષ બિનશરતી માફી માંગવા માટે બોલાવવામાં આવ્યા બાદ ગુલઝાર સિંહે ૭ સપ્ટેમ્બરે કથિત રીતે ઝેર પી લીધું હતું. ૮ સપ્ટેમ્બરે લુધિયાણાની હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું. તેમના પરિવારે આરોપ લગાવ્યો હતો કે સત્તાવાળાઓએ તેમની સંમતિ વિના ઉતાવળમાં તેમના અંતિમ સંસ્કાર કરી દીધા હતા અને તેમના મૃત્યુકાલીન નિવેદનમાં નામ આપવામાં આવેલા તમામ લોકો સામે કાર્યવાહીની માંગ કરી હતી. અરજીમાં જણાવાયું છે કે ગુલઝાર સિંહના વીડિયો-રેકોર્ડેડ મૃત્યુકાલીન નિવેદનમાં મંત્રી ચીમા અને ગામના સરપંચને તેમને આ અંતિમ પગલું ભરવા માટે મજબૂર કરવા બદલ જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. આ મામલે રાજકીય તોફાન સર્જાયું છે; કોંગ્રેસ, ભાજપ અને SDAદ્વારા ચીમાના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે, મંત્રીના ચંદીગઢ સ્થિત નિવાસસ્થાન તરફ કોંગ્રેસની વિરોધ કૂચને પોલીસના વોટર કેનનનો સામનો કરવો પડ્યો છે અને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોર મકવાણાએ સંગરૂરમાં ગુલઝારના પરિવારની મુલાકાત લીધી છે.