દલિત મહિલાના ઘર પર કબજો કરીને હુમલો કરવાનો મામલો : કોર્ટના આદેશ પર ગોંડામાં હરિજન એક્ટ હેઠળ ૧૬ લોકો સામે કેસ દર્જ

(એજન્સી) તા.૧૯
ગોંડાના નવાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દલિત મહિલા પર હુમલો કરીને જમીન પર કબજો કરવાના કેસમાં કોર્ટે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. પીડિત મનીષાની ફરિયાદ પર ૧૦ નામાંકિત અને ૬ અજાણ્યા લોકો સામે હરિજન એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલો તુર્કૌલી ગામનો છે, જ્યાં મનીષાના સસરા પક્ષને ૧૯૯૫માં સરકારી જમીન ફાળવવામાં આવી હતી. તેઓ ત્યાં પોતાના પરિવાર સાથે છાપરા અને પતરાંના મકાનમાં રહેતા હતા. જૂનમાં જ્યારે મનીષા શહેરથી ગુજરાન ચલાવવા માટે ગામમાં પાછા આવ્યા ત્યારે તેમને ખબર પડી કે રાજમાન સિંહ અને તેમના પરિવારે તેમના ઘર પર કબજો કરી લીધો છે. ૯ જુલાઈની સાંજે, આરોપીઓએ મનીષા અને તેના પતિ પર હુમલો કર્યો. તેઓએ છાપરાનું ઘર તોડીને જમીન પર કબજો કર્યો. આરોપીઓએ નકલી રજિસ્ટ્રી કાગળ બતાવ્યો જેના પર મનીષાના સસરાની સહી હતી. પીડિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. ૧૧ જુલાઈના રોજ જિલ્લા હોસ્પિટલમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે હુમલાને કારણે ત્રણ મહિનાથી ગર્ભવતી મનીષાનો ગર્ભપાત થયો હતો. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અભય સિંહના જણાવ્યા અનુસાર, કોર્ટના આદેશ પર આરોપીઓ વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓમાં રાજમાન સિંહ, તેની પત્ની તારા દેવી, અમર બહાદુર, ડીએમ સિંહ, રાજુ ઉર્ફે વીર બહાદુર, ઉત્કર્ષ સિંહ, સ્મિતા સિંહ, બ્યુટી સિંહ, લલિતા સિંહ અને શિખા સિંહનો સમાવેશ થાય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks