(એજન્સી) ઉત્તરાખંડ, તા.૨૦
નૈનીતાલ જિલ્લાના લાલકુઆન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની રેલ્વે કોલોનીમાં ઇઁહ્લ જવાન અને તેના પુત્ર દ્વારા એક દલિત સગીર યુવકને નિર્દયતાથી મારવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આરપીએફ જવાન અને તેના પુત્ર દ્વારા સગીરને બેરહેમીથી માર મારવાથી યુવકને તેની આંખ, માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી. ઘાયલ યુવકને બે દિવસ સારવાર માટે હલ્દવાનીની સુશીલા તિવારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર પછી તેને ઘરે મોકલી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન, પીડિત યુવકના પરિવારજનોએ નૈનીતાલના વરિષ્ઠ પોલીસ અધિક્ષકને લેખિત ફરિયાદ પત્ર મોકલીને આરપીએફ જવાન અને તેના પુત્ર વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરીને ન્યાયની વિનંતી કરી હતી. આ ઘટનાને લઈને વિસ્તારમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમજ આ બાબતે તાત્કાલીક પગલા લેવામાં નહી આવે તો અનેક સામાજીક સંસ્થાઓએ ઉગ્ર આંદોલનની ચેતવણી આપી હતી. રેલ્વે કોલોની વોર્ડ નંબર ૭માં રહેતા સંજય કુમારના ૧૭ વર્ષીય સગીર પુત્ર અંકિત કુમાર સાગરને બરડીમાં નશામાં ધૂત ઇઁહ્લ જવાન શ્યામ સિંહ બોરા અને તેના પુત્ર દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ આરપીએફ જવાન અને પીડિત પરિવારને સતત ધમકીઓ આપવામાં આવી રહી હતી. જેના કારણે પીડિત પરિવાર ડરી ગયો હતો. લેખિત ફરિયાદ પત્રમાં ઘાયલ યુવકના પિતાએ જણાવ્યું કે, ૧૨ માર્ચે સાંજે લગભગ ૬ વાગે તેમનો પુત્ર અંકિત કુમાર ઘરની નજીક આવેલી બીજી કોલોનીમાં ફરવા ગયો હતો. ત્યાં, આરપીએફ જવાન શ્યામ સિંહ બોરા અને તેના પુત્રએ અકિંતને પોતાની પાસે બોલાવ્યો અને તેના પુત્ર પર ફૂલો તોડવાનો આરોપ લગાવ્યો અને જાતિ આધારિત શબ્દોનો ઉપયોગ કરીને તેનું અપમાન કર્યું, જ્યારે અંકિતે વિરોધ કર્યો, તો આનાથી આરપીએફ જવાન અને તેના પુત્ર ગુસ્સે થયા. બંનેએ મળીને અંકિતને બેરહેમીથી માર માર્યો હતો. જેમાં અંકિત ગંભીર રીતે ઘાયલ થયો હતો, તેની આંખ અને નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું, જેને જોઈને આરપીએફ જવાન અને તેનો પુત્ર ત્યાંથી ભાગી ગયો હતો, ત્યારબાદ તેના પરિવારજનો અંકિતને ઈજાગ્રસ્ત હાલતમાં લાલકુઆં પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા અને પોલીસને મામલાની જાણ કરી હતી, પરંતુ પોલીસે કાર્યવાહી કરવાને બદલે તેને ત્યાંથી ભગાડી દીધો હતો, ત્યારબાદ પરિવાર અંકિતને સ્થાનિક વિશ્વાસ ક્લિનિકમાં સારવાર માટે લઈ ગયો હતો, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને બાદમાં તેની ગંભીર હાલત જોઈને અંકિતને હલ્દવાનીમાં તિવારી હોસ્પિટલ સુશીલામાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં અકિંતને લગભગ બે-ત્રણ દિવસ સારવાર આપવામાં આવી હતી. ગઈકાલે સારવાર બાદ ઘરે પહોંચેલા પરિવારના સભ્યોએ નૈનીતાલના વરિષ્ઠ પોલીસ અધિક્ષક પ્રહલાદ નારાયણ મીણાને રજિસ્ટર્ડ પોસ્ટ મોકલીને ન્યાયની વિનંતી કરી હતી. અહીં પીડિતાના પરિવારજનોએ જણાવ્યું કે, ઘટના બાદથી તેમને આરપીએફ જવાન દ્વારા સતત ધમકીઓ આપવામાં આવી રહી છે, જેના કારણે પરિવારમાં ભયનો માહોલ છે. તેઓએ એસએસપી પાસે આ કેસમાં આરોપી આરપીએફ જવાન અને તેના પુત્ર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. આ ઘટનાને લઈને વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ આ બાબતે તાત્કાલીક પગલા લેવામાં નહી આવે તો અનેક સામાજીક સંસ્થાઓએ ઉગ્ર આંદોલનની ચેતવણી આપી હતી.