દલિત સમાજના સ્મશાનના આખા રસ્તેકાદવ-કીચડનું સામ્રાજ્ય : તંત્રને રજૂઆતો

(એજન્સી) તા.૧૯
લીંબડી તાલુકાના નળકાંઠા જાંબુ ગામે દલિત સમાજનું સ્મશાન જે ગામની બહાર આવેલુ છે. ત્યાં જવાનો રસ્તે ગામનુ રોજિંદા ઘર વપરાશ ના પાણી અને વરસાદ ના નીકાલ ના પાણી ફરી વળતા આખા રસ્તે ઠેર-ઠેર કાદવ કીચડ અને ગોઠણ ડુબ ગંદા પાણીનું સામ્રાજ્ય છવાયેલુ છે. આ સમસ્યા કાંઈ ચોમાસુ પુરતી જ નથી પરંતુ આ સમસ્યા તો બારેય મહિના જોવા મળે છે. ચોમાસુ દરમિયાન તો લોકોને મૃતદેહને બીજાના ખેતરોમાંથી લઈને જવો પડે છે. જાંબુ ગામે દલિત સમાજના સ્મશાનના આખા રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ જોવા મળે છે. જે માટે લોકોએ જિલ્લા કલેક્ટર અને સ્થાનિક પ્રાંત અધિકારીને ગામની સ્થિતિનું જાત નિરિક્ષણ કરવા અને વહેલી તકે સ્મશાનના રસ્તાનો પ્રર્શ્ન હલ કરવા માટે લેખિત રજૂઆત કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks