આ વૈકલ્પિક સામાજિક સંબંધો ભારતના લોકોએ સ્વીકારી લીધા હતા અને હિંદુ કટ્ટરવાદીઓનો આ હેતુ પણ હતો. પણ હવે તે બદલાઈ ગયો છે. બિનહિંદુ, દલિત અને આદિજાતિના લોકોને તેઓ બીજા વર્ગના નાગરિક ગણવા ઇચ્છે છે. હિંદુ બહુમતી ભારતમાં રહે છે. તેથી તેઓ જેમ કહે તેમ કરવું જોઇએ તેવી એક માન્યતા શરૂ થઈ છે. જો આ માન્યતાને ડામવામાં નહીં આવે તો ભારતની ધર્મનિરપેક્ષતા અંગે પૂરેપૂરો ખતરો છે.
ઉત્તર પ્રદેશના એક ગામડામાં નફરતને કારણે એક મુસ્લિમની હત્યા થાય છે અને તે પણ તેના પાડોશીઓ દ્વારા, કારણ એવું હતું કે તેણે ગૌમાંસ ખાધું હતું. જોકે કોઈએ જોયું ન હતું. ફક્ત એક વાત જ બહાર આવી હતી. અને તેની હત્યા થઈ, તેથી અનેક સવાલો ઊભા થયા છે.
ભારતમાં આજે મુસ્લિમ લઘુમતી ક્યા નિયમો અને શરતોને આધારે રહે છે, શું તેઓ હિન્દુ રાષ્ટ્રવાદીઓના અધિકાર ક્ષેત્ર હેઠળ જીવે છે ? અથવા સ્વતંત્ર છે. તેમણે હિંદુઓની લાગણીઓને જાળવવાની છે. સંપૂર્ણપણે ભારતીયતાને સ્વીકારવાની છે ? અથવા તેઓ પોતાની રીતે ખાઇ-પી શકે છે. પ્રાર્થના વગેરે કરી શકે છે. તેમ છતાં, તેઓ સંપૂર્ણ ભારતીય કહેવાય છે.
ભારતની
ધર્મનિરપેક્ષતાના વિચારો એવા છે કે, તે ભારત માટે મૂળભૂત સિદ્ધાંત છે. વિવિધ ધર્મ સંપ્રદાય, સંસ્કૃતિ વગેરેના લોકો માટે તે સમાનતાનો સેતુ છે. તે હેઠળ કોઈ પણ પ્રકારના ધાર્મિક, સાંસ્કૃતિક, કાયદાકીય કે નૈતિક દબાણ થઈ શકતા નથી. ધર્મ અને સંસ્કૃતિ દરેકની અલગ અલગ હોઈ શકે છે. અનેક યુરોપિયન દેશોમાં સંસ્કૃતિ અને આસ્થાની દૃષ્ટિએ પરસ્પર એકબીજાનો સહકાર સાધવાનો હોય છે અને એવી ભાષાનો ઉપયોગ ન કરવો જોઇએ, જેમાં એવું જણાય કે, આ વ્યક્તિનું શાસન આપણા પર છે. દેશની સંસ્કૃતિ ધર્મનિરપેક્ષ છે. તમામ ધર્મો, જાતિ અને સંપ્રદાયના લોકો સમાન છે. ભારતને તે માટે કોઈ પ્રમાણપત્રની જરૂર નથી. વર્ષોથી આ સિધ્ધાંતનું અનુસરણ થઈ રહ્યું છે.
ભારતીય
ધર્મનિરપેક્ષતાના સિધ્ધાંતને હિંદુ રાષ્ટ્રવાદીઓએ પડકાર્યો છે. તેમનું કહેવું છે કે બિન હિન્દુ લોકોએ બહુમતીની ઇચ્છાનું પાલન કરવું જોઇએ. શંકાને કોઈ સ્થાન નથી કે અનેક હિંદુઓ ગૌમાંસ ખાય છે. મુન્શી પ્રેમચંદની નવલકથા ‘ગોદાન’માં બે ખેડૂત છે. હોરી અને ધનિયા. તેઓ એક ગાય લેવા માટે આખું જીવન સંઘર્ષ કરે છે. દુઃખની વાત એ છે કે, હરિયાણાના ઝાઝર ગામમાં ૧ર વર્ષ પહેલા પ દલિતોના મૃત્યુ એક ગાયને કારણે થયા હતા અને તે વખતે એવું જણાયું હતું કે, તમામ હિંદુઓ ગાયની પૂજા કરતા નથી. અનેક દલિતો આદિજાતિના લોકો ખ્રિસ્તીઓ અને મુસ્લિમો ગૌમાંસ ખાય છે.
બંધારણીય સભામાં ચર્ચા-વિચારણા ગૌવંશની કત્લ અંગે થયેલ અને તેમાં હિંદુ બહુમતીની લાગણી અંગે પણ નેતાઓએ ચર્ચા કરી હતી. આઝાદીના સંગ્રામના સમયથી આવી ચર્ચાઓ થતી આવી છે. અનેક લોકોએ માગણી કરી હતી કે, ગાયની કત્લ પર પ્રતિબંધ લાદવો જોઇએ અને તેને મૂળભૂત અધિકારમાં સામેલ કરી લેવો જોઇએ, પણ બી.આર આંબેડકર અને જવાહરલાલ નહેરુએ તેનો વિરોધ કરી એવું જણાવ્યું હતું કે, ગાયોનું સંરક્ષણ કરવું જોઇએ. ટૂંકમાં, તેઓનું કહેવું એવું હતું કે, ગૌહત્યાનો સિધ્ધાંત નિર્દેશાત્મક ન હોવો જોઇએ. આ રીતે બંધારણની કલમ-૪૮ ઘડવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, સરકાર ખેતી અને પશુપાલન અંગે આધુનિક દૃષ્ટિથી જે કંઈ શક્ય હશે, તે કરશે. તેમનું સરંક્ષણ કરશે. તેમનો વંશ વધુ ઉપયોગી બને તે અંગે હિન્દુઓની લાગણીને ધ્યાનમાં રાખીને કરશે અને ગૌહત્યા અંગેનો કોઈ સિધ્ધાંત હિંદુ લાગણીઓ કરતાં સૌના પોતપોતાના વિવેક પર આધારિત રહેશે.
મૂળભૂત ધર્મનિરપેક્ષતાના સિધ્ધાંતને કારણે ભારતમાં આજે જે એનડીએનું શાસન છે, તેમાં એક વર્ગ એવો છે, જેને આ બાબત અનુકૂળ નથી અને જોખમભરી રીતે તેઓ બંધારણથી વિમુખ થઈ રહ્યા છે. ર૦૧૪ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી જ્યારે ફૅશનના ટ્રેડમાર્ક તરીકે ચૂંટણીસભાઓને સંબોધતા હતા, ત્યારે તેમણે પિંક રિવોલ્યુન અંગે વાત કરી હતી અને તેમણે ગૌમાંસના નિકાસમાં યુપીએ સરકારે ભજવેલા ભાગની વાત કરી હતી. તેમના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ મુસ્લિમોને એવું જણાવ્યું હતું કે, જેમને ગૌમાંસ ખાવું હોય તે પાકિસ્તાન જાય. ગાયની હત્યા કરીને બંને સમુદાય વચ્ચે વૈમનસ્ય ઊભું કરવું યોગ્ય નથી. તમામ ભારતીયોની લાગણીઓ સૌ કોઈએ જાળવવી જોઇએ. ભારતીય સંસ્કૃતિ અને હિંદુધર્મની જે કોઈ વિચારસરણી છે, તેને જાળવવી જોઇએ. મુસ્લિમોનો અધિકાર છે, ભારતમાં રહેવાનો. તેને પડકારવો ન જોઇએ. દલિતો અને ખ્રિસ્તીઓના પણ પોતાના અધિકારો છે. તેને પણ પડકારી શકાય નહીં.
આ વૈકલ્પિક સામાજિક સંબંધો ભારતના લોકોએ સ્વીકારી લીધા હતા અને હિંદુ કટ્ટરવાદીઓનો આ હેતુ પણ હતો. પણ હવે તે બદલાઈ ગયો છે. બિનહિંદુ, દલિત અને આદિજાતિના લોકોના તેઓ બીજા વર્ગના નાગરિક ગણવા ઇચ્છે છે. હિંદુ બહુમતી ભારતમાં રહે છે. તેથી તેઓ જેમ કહે તેમ અન્યે કરવું જોઇએ. તેવી એક માન્યતા શરૂ થઈ છે. જો આ માન્યતાને ડામવામાં નહીં આવે તો ભારતની ધર્મનિરપેક્ષતા અંગે પૂરેપૂરો ખતરો છે.
સંઘ પરિવારના સંગઠનો ગૌહત્યાનો મુદ્દો ખૂબ સારી રીતે ઉપયોગ કરી જાણે છે અને તેઓ અંદર ખાને ભાજપને મુસ્લિમોનો રાજકીય લાભ મળે તે માટે પણ પ્રયાસ કરે છે. ઉત્તર પ્રદેશમાં બે મુદ્દાઓ જાણવા મળ્યા છે. એક તો એ છે કે, મુસ્લિમ છોકરાઓને હિંદુ છોકરીઓને આકર્ષિત કરવાની વ્યવસ્થિત તાલીમ અપાય છે અને તેઓ હિંદુ છોકરીઓ સાથે લગ્ન કરે તે માટે પ્રોત્સાહન અપાય છે અને બીજો મુદ્દો એ કે, મુસ્લિમો આજે પણ ગાયનો વધ કરે છે, વેપાર કરે છે અને ગૌમાંસ ખાય છે. આ તમામ બાબતો હિંદુ સંવેદનાની વિરોધી છે. હિંદુઓ અને મુસ્લિમો અનેક સ્થળ પર પાડોશીઓની જેમ રહે છે, પણ પરસ્પર એકબીજા પ્રત્યે નફરતની લાગણી પ્રવર્તે છે. જો આ વ્યૂહરચના રહી તો કર્ણાટક વગેરે પ્રદેશોમાં છેલ્લા ૧૦ વર્ષમાં જે થયું, તેવું થશે. જાહેર સ્થળો પર હિંદુ છોકરીઓ સાથે અભદ્ર વ્યવહાર થશે. ગુજરાતમાં બજરંગદળના એક યુવાને ગાયોના રક્ષણ માટે કટ્ટરવાદી હિંદુ સંગઠનનું ગઠન કર્યું છે. ગૌહત્યા માટે ગાયોને પકડવી અને તેનું માંસ બાંગ્લાદેશને મોકલવું તેવા મુદ્દાઓ પશ્ચિમ બંગાળ અને આસામમાં રાજકીય રીતે ઉઠાવવામાં આવ્યા છે. જે મુસ્લિમો વિરુદ્ધના છે. ઘર વાપસી કાર્યક્રમની વાતો થાય છે અને ભારતને ઘર તરીકે કહેવામાં આવ્યું છે. તે પણ હિંદુ વિચારધારામાં વિશ્વાસ ધરાવનારાઓ માટે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અનેક બાબતો પર વ્યૂહાત્મક રીતે મૌન સેવે છે. પરિણામે, યોગ્ય દિશામાં નિર્ણય લઈ શકાતો નથી અને આમ, નફરતની ઝૂંબેશને વેગ મળે છે. તેમણે જ્યારથી સત્તા મેળવી છે, ત્યારથી આપણે જોઇએ છીએ કે દેશમાં જે ધર્મનિરપેક્ષતા હતી, તે હવે વ્યાપક પ્રમાણમાં નથી. ગમે ત્યારે ગમે તેવી ઘટનાઓ સાકાર થાય છે. બંધારણ ધર્મનિરપેક્ષતા માટે ગેરંટી આપે છે, પણ સૌ પોતપોતાની રીતે વ્યાખ્યા કરે છે. હિંદુ સંસ્કૃતિ મુજબ કોઈ વ્યાખ્યાને કોઈના પર લાદી શકાય નહીં. હિંદુ સંસ્કૃતિ ખરેખર ભારતીય સંસ્કૃતિ હોવી જોઇએ. લઘુમતીઓને ભારતીય સંસ્કૃતિ અપનાવવા કહેવું જોઇએ. હિંદુ સંસ્કૃતિ અપનાવવા માટે નહીં અને આપણા દેશમાં હિન્દુઓ પ્રથમવર્ગના નાગરિકો છે અને મુસ્લિમો બીજા વર્ગના નાગરિક છે, આ વિચાર જ યોગ્ય નથી.
(સૌ. : હિ. ટા.) – હર્ષ મંદર