દિલ્હીના ઉસ્માનપુરામાં ઈસ્લામી ધ્વજનું હિન્દુ યુવાને અપમાન કરતા મુસ્લિમ સમાજમાં જબરો રોષ ફેલાયો

ઘટનાને પગલે બંને સમુદાયો વચ્ચે ખૂબ જ ગંભીર અને જબરદસ્ત તણાવ ઊભો થઈ ગયો હોવાથી મોટી સંખ્યામાં પોલીસના ધાડા ગોઠવવામાં આવ્યા, મુસ્લિમ સમાજે ઈસ્લામી ધ્વજનું અપમાન કરનારાઓ સામે કડક પગલાં લેવા માગણી કરી છે

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
નવી દિલ્હીના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઉસ્માનપુરાની શેરીઓમાં જબરદસ્ત તનાવ ઊભો થઈ જવા પામ્યો છે. રવિવારે બનેલી એક ઘટનાને કારણે આ પરિસ્થિતિ ઉભી થઈ છે. બે હિન્દુ યુવાનોએ ઇસ્લામી ધ્વજનું અપમાન કર્યું હોવાથી પરિસ્થિતિ તંગ બની જવા પામી હતી. મુસ્લિમ સમુદાયમાં ભારે રોષ ફેલાયો છે. ભૂતકાળમાં પણ કોમી ઘટનાઓ બની હોવાથી ઉસ્માનપુરા વિસ્તાર ધાર્મિક રીતે સંવેદનશીલ માનવામાં આવે છે. અહીં મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં જ ઈસ્લામી ધ્વજના અપમાનની ઘટના બની હતી. આથી જબરદસ્ત તંગદિલી ઊભી થઈ જવા પામી હતી.સ્થાનિક રહેવાસીઓએ તેમનો ગુસ્સો ઠાલવતા જણાવ્યું હતું કે અમારી શ્રદ્ધાનું આવી રીતે ઉઘાડેછોગ અપમાન કરવામાં આવ્યું છે તેનાથી અમને દુઃખ થયું છે અને અમને અપમાનિત થયાની લાગણી થઈ છે. મુસ્લિમ સમાજના અગ્રણી ઇમરાન કુરેશીએ જણાવ્યું હતું કે આવી વર્તણુક સહન કરી શકાય નહીં અને કાયદાએ આ બંને હિન્દુ યુવાનો સામે કડક હાથે કામ લેવું જોઈએએક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ધ્વજનું અપમાન થયા પછી પરિસ્થિતિ તુરંત જ ખૂબ જ ઉગ્ર બની ગઈ હતી અને તાત્કાલિક ધોરણે બે સમુદાય વચ્ચેની અથડામણો નિવારવા માટે પોલીસની ટુકડીઓ મોટા પાયે ગોઠવી દેવામાં આવી હતી. સમગ્ર ઉસ્માનપુરામાં સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પરિસ્થિતિ કાબૂ હેઠળ છે.
બંને હિન્દુ યુવાનોની પોલીસે ધરપકડ કરી લીધી હતી અને કાર્યવાહી કરવામાં આવી રહી છે એવું દર્શાવતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વિના વિલંબે ન્યાય મળે એ માટે અમારા પ્રયાસો રહેશે.જોકે સ્થાનિક રહેવાસીઓ કહે છે કે કોમી એકતા જાળવી રાખવા માટે વધુ કડક પગલાં લેવાય એ જરૂરી છે અને ધરપકડો હજી માત્ર પ્રથમ પગલું છે. ફાતિમાં બેગમ કહે છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ બને નહીં એ માટે આવા કામ કરનારાને ગંભીર પરિણામો ભોગવવા પડે એ જરૂરી છે અને એમને સખત સજા થવી જોઈએ. ઉસ્માનપુર કોમી ધોરણે સંવેદનશીલ વિસ્તારનો ઇતિહાસ ધરાવે છે અને ૨૦૨૦ના દિલ્હી રમખાણો દરમિયાન પણ સૌથી વધુ અસર અહીં થઈ હતી અને ૫૩ લોકો મૃત્યુ પામ્યા હતા જેમાંથી મોટાભાગના મુસ્લિમો હતા. હિંસામાં ૫૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા કે પછી અહીં એ ઘટનાઓની કાયમી અસર મુસ્લિમ સમાજના હૃદય પર અકબંધ રહી છે અને ત્યારથી આ વિસ્તાર સંવેદનશીલ બન્યો છે.પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમે તમામ સમૂહો અને સમુદાયોને શાંતિ જાળવવા અનુરોધ કરીએ છીએ કેમ કે કોઈપણ સમાજના કોઈપણ પ્રકારના ધાર્મિક પ્રતીકનું અપમાન જરાય સહન કરાશે નહીં.મોહમ્મદ રિઝવાન કહે છે કે આવા લોકો પ્રત્યે જો ઉદારતા રાખવામાં આવે તો તેનાથી અસંતોષ ભડકી ઊઠે તેમ છે કેમ કે અમારી આસ્થા અને ઓળખ તે પવિત્ર છે અને આવી ઘટનાઓની અવગણના કરી શકાય નહીં. સત્તાવાળાઓ તાત્કાલિક ઝડપી ન્યાય આપે અને પગલાં લે એવી અમારી માગણી છે. જ્યારે પોલીસ કહે છે કે શાંતિ જાળવવી એ અમારી ટોચની પ્રાથમિકતા રહેશે એટલે અહીં પોલીસ સતત ઝીણવટભરી નજર રાખી રહી છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે પરંતુ મુસ્લિમ સમાજે ન્યાય અને જવાબદારી અંગેની માંગણી ચાલુ રાખી છે અને એમનું કેવું છે કે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે જવાબદારી નિશ્ચિત થવી જોઈએ અને ન્યાય ઝડપથી આપવો જોઈએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts