રિષભ પંત અને કે.એલ. રાહુલે પ્રવાસી ટીમ માટે સદી ફટકારી
ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો સર્વોચ્ચ ઇનિંગ્સ સ્કોર
• ૭૫૯/૭ (ડિકલેર્ડ) વિરૂદ્ધ ઇંગ્લેન્ડ, ચેન્નાઈ, ૨૦૧૬
• ૭૨૬/૯ (ડિકલેર્ડ) વિરૂદ્ધ શ્રીલંકા, બ્રેબોર્ન, ૨૦૦૯
• ૭૨૦/૯ (ડિકલેર્ડ) વિરૂદ્ધ ન્યૂઝીલેન્ડ, વેલિંગ્ટન, ૨૦૨૬
• ૭૦૭ વિરૂદ્ધ શ્રીલંકા, કોલંબો (જીજીઝ્ર), ૨૦૧૦
• ૭૦૫/૭ (ડિકલેર્ડ) વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયા, સિડની, ૨૦૦૪
ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ ક્રિકેટમાં સર્વોચ્ચ સ્કોર
• ૭૨૦/૯ (ડિકલેર્ડ) – ભારત, વેલિંગ્ટન, ૨૦૨૬
• ૬૬૦/૫ (ડિકલેર્ડ) – વેસ્ટ ઈન્ડિઝ, વેલિંગ્ટન, ૧૯૯૫
• ન્યૂઝીલેન્ડમાં કોઈપણ ટીમ દ્વારા બનાવવામાં આવેલો સર્વોચ્ચ સ્કોર
• ૭૨૦/૯ (ડિકલેર્ડ) – ભારત, વેલિંગ્ટન, ૨૦૨૬
• ૭૧૫/૬ (ડિકલેર્ડ) – ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બાંગ્લાદેશ, હેમિલ્ટન, ૨૦૧૯
વેલિંગ્ટન, તા.૨૨
રવિવારે પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે, ભારતે ૭૨૦ રન પર ૯ વિકેટ ગુમાવ્યા બાદ પોતાનો પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. આ સાથે ભારતે ન્યૂઝીલેન્ડ સામે ૩૫૨ રનની વિશાળ સરસાઈ મેળવી લીધી છે. ન્યૂઝીલેન્ડમાં નોંધાયેલો આ ટીમનો સર્વોચ્ચ સ્કોર છે. ભારતે બીજા સત્રના એક કલાક પછી પોતાનો દાવ ડિકલેર કર્યો, જેમાં ધ્રુવ જુરેલ આઉટ થનાર છેલ્લો ખેલાડી હતો. રિષભ પંતે (૧૫૩ બોલમાં ૧૨૮ રન) કે.એલ. રાહુલના પગલે ચાલીને, SENA(દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) દેશોમાં ટેસ્ટ સદી ફટકારનાર છઠ્ઠો ભારતીય બેટર બનવાની સિદ્ધિ મેળવી. પંત આ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ એશિયન વિકેટ-કીપર પણ બન્યો છે, જેનાથી ભારતને પ્રથમ દાવમાં ૩૫૨ રનની જંગી લીડ મળી છે. શનિવાર, ૨૧ નવેમ્બર ૨૦૨૬ના રોજ વેલિંગ્ટન (ન્યૂઝીલેન્ડ) ખાતે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટના ત્રીજા દિવસે, ૧૩૬ રન બનાવીને આઉટ થયા બાદ ભારતનો કે.એલ. રાહુલ મેદાન છોડતી વખતે બેટ હવામાં લહેરાવી રહ્યો છે. પંતે કુલ છ સિક્સ ફટકારી હતી, જેમાંથી ચાર સિક્સ તેણે આજના દિવસે જ લગાવી હતી. આમાંની એક સિક્સમાં તેણે કાયલ જેમિસનના બોલ પર એક ઘૂંટણ વાળીને ‘લોંગ-ઓન’ની ઉપરથી જોરદાર શોટ ફટકાર્યો હતો. બોલ સીધો બેસિન રિઝર્વ મેદાનની બાજુમાં આવેલા કાર પાર્કિંગમાં જઈને પડ્યો. જ્યારે ગ્લેન ફિલિપ્સ બોલિંગ કરવા આવ્યો, ત્યારે પંતે પહેલા રિવર્સ-સ્વીપ કરીને બાઉન્ડ્રી મેળવી અને પછી સીધી સિક્સ ફટકારીને પોતાની નવમી ટેસ્ટ સદી પૂરી કરી. ત્યારબાદ તેણે ફિલિપ્સના બોલ પર ‘એક્સ્ટ્રા કવર’ની ઉપરથી વધુ એક સિક્સ ફટકારી હતી. ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટનમાં શનિવારે રમાઈ રહેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતના કે.એલ. રાહુલ બેટિંગ કરી રહ્યા છે. લંચના બરાબર પહેલાં જ્યારે પંત આઉટ થયા, ત્યારે તેમણે ૧૦ ચોગ્ગા અને અડધો ડઝન છગ્ગા ફટકાર્યા હતા. બેસિન રિઝર્વની પિચ રાજકોટ કે રાવલપિંડીમાં જોવા મળતી બેટ્સમેનો માટે અનુકૂળ પિચ જેવી બની ગઈ હતી. જ્યારે બુમરાહે મેચમાં બીજી વખત નવો બોલ હાથમાં લીધો, ત્યારે લીલા ઘાસવાળી પિચનો રંગ બદલાઈને ‘બિસ્કિટ’ જેવો (સૂકો અને પીળો) થઈ ગયો હતો. ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટનમાં રવિવાર, ૨૨ નવેમ્બર, ૨૦૨૬ના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટના ચોથા દિવસે ભારતના રિષભ પંત બેટિંગ કરી રહ્યા છે. ચોથા દિવસની રમત પૂરી થઈ ત્યારે ન્યૂઝીલેન્ડે તેમની બીજી ઇનિંગમાં ૨ વિકેટે ૧૧૯ રન બનાવ્યા હતા અને તેઓ ભારત કરતાં હજુ ૨૩૩ રન પાછળ છે. ડેવોન કોનવે ૫૯ રન બનાવીને રમી રહ્યા હતા અને તેમની સાથે રચિન રવિન્દ્ર (૨૭ રન પર બેટિંગ) હતા. હેનરી નિકોલ્સ (૩૧ રન) પણ સારી શરૂઆત કરવામાં સફળ રહ્યા હતા, પરંતુ પ્રસિદ્ધ કૃષ્ણાના બોલ પર ધ્રુવ જુરેલે શાનદાર કેચ પકડીને તેમને પેવેલિયન ભેગા કર્યા. જસપ્રીત બુમરાહે ઇનિંગની પહેલી જ ઓવરમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લેથમની વિકેટ ઝડપી લીધી. ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટનમાં રવિવાર, ૨૨ નવેમ્બર, ૨૦૨૬ના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટના ચોથા દિવસે ભારતના જસપ્રીત બુમરાહ, ન્યૂઝીલેન્ડના ટોમ લેથમની વિકેટ લીધા બાદ ઉજવણી કરી રહ્યા છે. આ પહેલાં, અંશુલ કંબોજે (૪૧ બોલમાં ૩૮ રન) કેટલીક જોરદાર બાઉન્ડ્રી ફટકારીને પોતાની બેટિંગ ક્ષમતાનું પ્રદર્શન કર્યું. આ દરમિયાન રિષભ પંતે પણ આક્રમક બેટિંગ માટે તૈયારી કરી લીધી હતી, જેના કારણે ન્યૂઝીલેન્ડના બોલરો સંપૂર્ણપણે લાચાર થઈ ગયા હતા. આ જોડીએ ખૂબ જ ઝડપથી ૬૮ રન જોડ્યા. ન્યૂઝીલેન્ડના ૩૬૮ રનના જવાબમાં ભારતે ૯ વિકેટે ૭૨૦ રનનો વિશાળ સ્કોર ખડકી દીધો. કે.એલ. રાહુલ અને ઋષભ પંતે શાનદાર સદીઓ ફટકારીને ઈતિહાસ રચ્યો. બેટિંગના આ તોફાને રેકોર્ડ બુકમાં નવા આયામો ઉમેર્યા, ભારતને ૩૫૨ રનની જંગી લીડ અપાવી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)માં એક મહત્વપૂર્ણ જીતની સંભાવના પ્રબળ બનાવી દીધી. ભારતીય બેટ્સમેનોએ વેલિંગ્ટન ટેસ્ટને રનનો મહોત્સવ બનાવી દીધો. ન્યૂઝીલેન્ડના ૩૬૮ રનના જવાબમાં ભારતે ૯ વિકેટે ૭૨૦ રન બનાવી દાવ ડિકલેર કર્યો. આ દરમિયાન અનેક સીમાચિહ્નો પણ સ્થાપિત થયા; કે.એલ. રાહુલ અને ઋષભ પંતે સદીઓ ફટકારીને મોરચો સંભાળ્યો, જ્યારે અન્ય બેટ્સમેનોએ પણ મહત્વનું યોગદાન આપ્યું. રાહુલની ૧૩૬ રનની ઇનિંગ્સ સાથે તે ચારેય ‘SENA’ દેશો (દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા)માં ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો. યશસ્વી જયસ્વાલે ૮૫ રન બનાવી મજબૂત પાયો નાખ્યો, દેવદત્ત પડિક્કલે ૮૦ રનનું યોગદાન આપ્યું, જ્યારે શુભમન ગિલ સદીની નજીક પહોંચીને ૯૮ રને આઉટ થયો. બીજી તરફ, ઋષભ પંતે ૧૨૮ રન ફટકાર્યા અને તે ચારેય ‘SENA’ દેશોમાં ટેસ્ટ સદી નોંધાવનાર પ્રથમ એશિયન વિકેટકીપર બન્યો. ભારતના લોઅર ઓર્ડર (નિચલા ક્રમના બેટ્સમેનો)એ પણ શાનદાર પ્રદર્શન કર્યું, જેમાં અંશુલ કંબોજે ૩૮ રનનું યોગદાન આપ્યું. ભારતીય બેટ્સમેનોએ સતત ભાગીદારીઓ નોંધાવી; તેમણે પ્રથમ સાત વિકેટ માટે સાત વખત ૫૦થી વધુ રનની ભાગીદારી કરી. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આવું અગાઉ ક્યારેય કોઈ ટીમે કર્યું ન હતું. જ્યારે ભારતે દાવ ડિકલેર કર્યો, ત્યારે તેમની પાસે ૩૫૨ રનની વિશાળ લીડ હતી. જ્યારે તમે ૨૦૨૦માં ન્યૂઝીલેન્ડના તેમના અગાઉના ટેસ્ટ પ્રવાસ પર નજર નાખો છો, ત્યારે આ ઇનિંગ્સનું કદ વધુ પ્રભાવશાળી લાગે છે. તે બે ટેસ્ટની શ્રેણીની ચાર ઇનિંગ્સમાં, ભારત કુલ મળીને માત્ર ૭૨૨ રન જ બનાવી શક્યું હતું. આ વખતે, તેમણે લગભગ એટલા જ રન માત્ર એક જ ઇનિંગ્સમાં બનાવી લીધા. અહીં એ રેકોડ્ર્સ છે જે ભારતે આ દરમિયાન બનાવ્યા અથવા તોડ્યા.