(એજન્સી) મુંબઈ,તા.૩૦
બીસીસીઆઈએ પુષ્ટિ કરી હતી કે ૧૧ સભ્યો અને બે ખેલાડીઓને કોરોના થયો છે. રિપોર્ટ અનુસાર આ બધા લોકો ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલા છે. એક ખેલાડી તરીકે, ઝડપી બોલર દીપક ચહરનું નામ બહાર આવ્યું હતું અને હવે તેની બહેન માલતી ચહરે એક રીતે તેની પુષ્ટિ કરી છે. માલતીએ દીપક ચહરનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો અને લખ્યું કે, તમે સાચા યોદ્ધા છો જે લડવા માટે જન્મ્યા હતા. અંધારી રાત પછી પણ એક ચમકતો દિવસ આવશે આશા છે કે તમે શાનદાર રીતે વાપસી કરશો.
દર્શકો તમારી ગર્જનાની રાહ જોઈ રહ્યા છે તેમણે એમ પણ લખ્યું છે કે તેમનો સંદેશ સમગ્ર સીએસકે પરિવાર (ટીમ) માટે છે. દિપક ચહર સિવાય બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડને પણ કોરોના થયો હોવાનો રિપોર્ટ સામે આવ્યો હતા. ચેન્નઈની ટીમને એક અઠવાડિયા માટે અલગ રાખવામાં આવી છે અને તેમનું ટ્રેનિંગ સેશન પણ એક અઠવાડિયા પછી શરૂ થશે. દિપક ચહરની બહેન માલતી ચહર એક મોડેલ અને અભિનેત્રી છે. તે આઈપીએલ દરમિયાન ઘણી વાર તેના ભાઈ દીપકની મેચ જોવા સ્ટેડિયમમાં જોવા મળી હતી.