દુનિયા માને છે કે ભારતમાં ક્યારેય એક સમયે ૫ સ્પેશિયાલિસ્ટ ફાસ્ટ બોલર નથી થયા : શમી

નવી દિલ્હી, તા.૧૯
ઇન્ડિયાનું વર્તમાન ફાસ્ટ બોલિંગ એટેક અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ છે. ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં આવું બોલિંગ ગ્રુપ ક્યારેય રહ્યું નથી. શમીએ આ વાત ક્રિકેટ વેબસાઈટ ક્રિકઇન્ફો પર પૂર્વ ભારતીય વિકેટકીપર દીપ દાસગુપ્તાને કહી હતી. ભારત પાસે અત્યારે શમી, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને ઉમેશ યાદવ જેવા ફાસ્ટ બોલર્સ છે. આ બોલિંગ એટેકે છેલ્લા ૨-૩ વર્ષમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. શમીએ કહ્યું, આખી દુનિયા એમ જ માનતી હતી કે ભારતમાં ક્યારેય એકસમયે ૫ સ્પેશિયાલિસ્ટ ફાસ્ટ બોલર ન હોય શકે.
આવું ક્યારેય ઇતિહાસમાં થયું પણ નહોતું. આજે અમારી પાસે રિઝર્વમાં એવા બોલર્સ છે જે સતત ૧૪૫ કિલોમીટરની ઝડપે બોલિંગ કરે છે. કોઈને એકબીજાથી ઈર્ષા નથી. બધા એકબીજાની સફળતાને એન્જોય કરે છે. એક ફેમિલી છીએ. શમીએ ટેસ્ટના સીનિયર ખેલાડી ઈશાંતનું ઉદાહરણ આપ્યું. તેણે કહ્યું, “તમે ઈશાંત શર્માને જ જોવો. તે હવે ૧૦૦ ટેસ્ટની(૯૭) નજીક છે. આ બહુ મોટી સિદ્ધિ છે. જોકે, તમે તેની સાથે વાત કરશો તો ખબર પડશે કે તે કેટલો ડાઉન ટૂ અર્થ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks