(એજન્સી) તા.પ
ઈઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુના પુત્રએ વધુ એક વિવાદિત નિવેદન આપતા પોતાના પિતાની વિરૂદ્ધ પ્રદર્શન કરનારાઓને એલિયન્સ બતાવ્યા છે, જેમને જોઈને જાયોની વડાપ્રધાન હસે છે. સોમવારે ગૈલી ઈઝરાયેલ રેડિયો સાથે વાતચીત દરમ્યાન યેર નેતાન્યાહુ સાથે જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેમણે અને તેમના પિતાએ વિશાળ પ્રદર્શનોની વીડિયો ફૂટેજ જોઈ છે. જેમાં પ્રદર્શનકારી જાયોની વડાપ્રધાન પાસે રાજીનામું આપવાની માંગ કરી રહ્યા છે. યેરે જવાબ આપ્યો મેં તેમને અમુક ભાગ બતાવ્યા. મારો પ્રયાસ હતો કે, તેમને અશ્લીલ વસ્તુઓ ના બતાવું. એટલા માટે કે, આ જોઈને તેમને ખુશી નહીં થાય, પરંતુ શું તમે જાણો છો, તેમને આ બધુ મનોરંજક લાગ્યું. તેનાથી તેમને કેટલીક શક્તિ પણ મળી. ર૯ વર્ષીય યેરનું કહેવુંં હતું કે, તેમના પિતા પૂર્વ ઈઝરાયેલી વડાપ્રધાન મિનાહેમ બેગીનની જેમ નથી, જેમણે વ્યાપક વિરોધ પ્રદર્શન પછી ૧૯૮૩માં રાજીનામું આપી દીધુ હતું. બેગીન લિકુડ પાર્ટી સંસ્થાપક પણ હતા. જેના બન્ને નેતાન્યાહુ પિતા અને પુત્ર સભ્ય હતા. નેતાન્યાહુ જુનિયરનું કહેવું હતું કે, મારા પિતા એક મજબૂત વ્યક્તિ છે તેમને એલિયન્સના પ્રદર્શનોને જોઈને હસી આવે છે, એવી જ રીતે જેમ કે કોઈ જોક્સ સાંભળીને હસી આવે છે. પાછલા અઠવાડિયે પણ યેરે પોતાના પિતાની વિરૂદ્ધ ભ્રષ્ટાચારના આરોપોના કેસની તરફેણ કરનાર વકીલ લિઆત બેનના મોઢાવાળી દુર્ગાની અપમાનજનક તસવીર ટ્વીટ કરી હિન્દુઓની ભાવનાઓને દુઃખ પહોંચાડયું હતું. ત્યારબાદ તેમને માફી માંગવા પર વીવશ થવું પડ્યું.