દ.આફ્રિકાએ ઝિમ્બાબ્વેને બે દિવસમાં જ ઈનિંગ અને ૧ર૦ રને હરાવ્યું

પોર્ટ એલિઝાબેથ, તા.ર૮
મોર્ન મોરકલ અને કેશવ મહારાજની ઘાતક બોલિંગથી દ.આફ્રિકાએ ચાર દિવસીય ડે-નાઈટ ટેસ્ટ મેચના બીજા દિવસે જ ઝિમ્બાબ્વેને ઈનિંગ અને ૧ર૦ રને કારમો પરાજય આપ્યો હતો. દ.આફ્રિકાએ મેન ઓફ ધ મેચ માર્ક રામની ૧રપ રનની ઈનિંગની મદદથી પોતાની પ્રથમ ઈનિંગ નવ વિકેટે ૩૦૯ રન બનાવી ડીકલેર કરી અને ત્યારબાદ ઝિમ્બાબ્વેને બંને ઈનિંગોમાં મળીને ૭ર.૪ ઓવરમાં સમેટી આસાનીથી વિજય મેળવ્યોે. છેલ્લા ૧ર વર્ષમાં આવુ ત્રીજીવાર બન્યું છે. જ્યારે કોઈ ટેસ્ટ મેચ બે દિવસ સુધી ચાલી અને આ બધી મેચોમાં હારનારી ટીમ ઝિમ્બાબ્વેની હતી. મોરકલે ઝિમ્બાબ્વેની પ્રથમ ઈનિંગમાં ર૧ રનમાં પાંચ વિકેટ ઝડપી અને પુરી ટીમને ૩૦.૧ ઓવરમાં ૬૮ રનમાં સમેટવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી. સ્પિનર મહારાજે બીજી ઈનિંગમાં કમાલ બતાવ્યો અને પ૯ રન આપી પાંચ વિકેટ ઝડપી જેનાથી ફોલોઓન માટે ઉતરેલ ઝિમ્બાબ્વેની ટીમ ૪ર.૩ ઓવરમાં ૧ર૧ રનમાં સમેટાઈ ગઈ. દ.આફ્રિકાના ફેલુ ક્વાયોએ પ્રથમ ઈનિંગમાં બે અને બીજી ઈનિંગમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks