(એજન્સી) તા.૧૭
ધાર્મિક અસહિષ્ણુતાના વાદવિવાદો વચ્ચે પણ દેશના ઘણાં ભાગોમાં હિન્દુ-મુસ્લિમોમાં ભાઈચારાના પ્રસંગો જોવા અને જાણવા મળે છે. ભારતમાં ખરેખર વિવિધતા હોવા છતાં એકતા છે એમાં કોઈ શંકા નથી. એવા ઘણાં પ્રસંગો આપણે જોઈ શકીએ ત્યારે માનવામાં નહીં આવે કે જે સમાચારપત્રોમાં લખાયેલ છે એ સત્ય હશે કે કેમ. મુસ્લિમ અને હિન્દુઓ ભેગા મળીને રહે છે અને એમના વિદ્યાર્થી મિત્રોને મદદ કરે છે. એમના તહેવારોમાં, સુખ દુઃખમાં સમૂહ હાજરી પણ આપે છે. લખનૌ યુનિ.માં કોમી એકતાનો દાખલો જોવા જેવું છે. અહીંના બે મુસ્લિમ વિદ્યાર્થીઓ સમીર અને અબ્દુલ કલીમે નવરાત્રી દરમ્યાન પ્રથમ દિવસે અપવાસ કર્યાર્ હતા અને ફળો વહેંચ્યા હતા. દુર્ગા ચાલીસાનું પઠન પણ કર્યું હતું અને આરતી પણ કરી હતી. અમણે દિવાળી ઉજવવાની યોજના પણ બનાવી છે. ૧૪મી ઓકટોબરે મુંબઈમાં એક હિન્દુ દુકાનદારે પોતાની પાસેની બીજી દુકાનમાં પોતાના મુસ્લિમ ભાઈઓ માટે નમાઝની વ્યવસ્થા કરી આપી હતી. બાજુમાં આવેલ મસ્જિદમાં સમારકામ થતું હતું એથી ત્યાં નમાઝ પઢી શકાય એમ ન હતું એ માટે એમણે વ્યવસ્થા કરી આપી. એમણે કહ્યું કે અમે ૪૦ વર્ષથી સાથે રહીએ છીએ અને અમારામાં કોઈ મતભેદ નથી.
હાલમાં જ દાદરીમાં જે હત્યાકાંડ થયું ત્યાં ગામમાં એક મુસ્લિમ પરિવારમાં એમની દીકરીઓના લગ્ન હતા. અશાંતિના માહોલ વચ્ચે એમણે લગ્ન સ્થળ બદલવાનું નિર્ણય કર્યું હતું. પણ જ્યારે હિન્દુઓને ખબર પડી તો એમણે આશ્વાસન આપ્યું અને કહ્યું કે લગ્ન અહીં જ રાખેલ અમે તમારી રક્ષા કરીશું. અને એ હિન્દુઓએ ભેગા મળીને એમનો લગ્ન પ્રસંગ પાર પાડયો હતો.