નાઝીમે સેંકડો લોકોના જીવન બચાવ્યા પરંતુ સત્તાવાળાઓ એક જીવન પણ બચાવી ન શક્યા

(એજન્સી) મુંબઈ, તા.ર૮
એક એવો દેશ જ્યાં હંમેશાં કરૂણતાના સમાચારો જ અખબારોના પાનાઓ ઉપર ટોચ પર રહે છે અને ટેલિવિઝન પર મુખ્ય સ્થાન મેળવતા હોય છે એવા આ દેશમાં મોહમ્મદ નાઝીમની વીરતાની કથા આપણને એવો તાકાતવાન સંદેશો આપીને એ હકીકતની યાદ કરાવે છે કે એક વ્યક્તિ પણ જો સાહસ અને હિંમત બતાવે તો સમગ્ર તંત્ર નિષ્ફળ ગયું હોય ત્યાં પણ એક વ્યક્તિ અનેક જીવન બચાવી શકે છે. નાઝીમની જીવન ગાથા તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. મુંબઈના ઐતિહાસિક ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે બ્રેડ વેચવાનો વ્યવસાય કરતો આ વ્યક્તિ જેનું નામ નાઝીમ છે. એમણે છેલ્લા ૧૬ વર્ષમાં ૩૦૦ લોકોને ડૂબતા બચાવ્યા છે. આ વ્યક્તિની કામગીરીની સામે જ્યારે દિલ્હીના નોઈડામાં સેંકડો લોકોની નજર સામે એક યુવાન સોફ્ટવેર એન્જિનિયર યુવરાજ મહેતા ડૂબી ગયો અને કરૂણ રીતે મૃત્યુને ભેટ્યો ત્યારે નાઝીમની ગાથા અને યુવરાજની મોતની ઘટના એ નિસ્વાર્થ એક વ્યક્તિના સાહસ અને અતિશય પ્રાણઘાતક સંસ્થાગત બેદરકારી વચ્ચેનો વિરોધાભાસ ઉજાગર કરે છે.ગેટવે ઓફ ઇન્ડિયા જ્યાં સમુદ્રની લહેરો ઊન્નમુક્ત રીતે ઉછાળા મારતી હોય છે ત્યાં દરરોજ હજારો પ્રવાસીઓ એકત્ર થતા હોય છે અને સ્થાનિક લોકો પણ એટલી મોટી સંખ્યામાં ફરવા આવતા હોય છે પરંતુ આ સ્મારકની ઐતિહાસિક અને ખૂબસૂરત બાંધણીની નીચે જીવન ઉપર પડે પણ જોખમ પણ રાહ જોતું હોય છે. શક્તિશાળી મોજા અને લપસી પડાય એવા કિનારાની ધાર અને અંદાજનો આવે એવી મોજાની થપાટો વચ્ચે એક એક સેકન્ડ જિંદગી જોખમમાં મુકાતી રહે છે. પરંતુ જ્યારે કોઈપણ આકસ્મિક આવી ઘટના બને છે ત્યારે સૌથી પહેલા મદદ માટે દોડી જતો હોય તો એ મોહમ્મદ નાઝીમ છે. તેની પાસે સુરક્ષાના કોઈ સાધનો નથી કે તાલીમના કોઈ પ્રમાણપત્ર નથી કે સત્તાવાળાઓનું પણ કોઈ સમર્થન નથી છતાં નાઝીમ એવી કોઈ પરવા કર્યા વિના માનવ જીવનને બચાવવા માટે સમુદ્રમાં કૂદકો મારી દેશે અને તેની સમુદ્રની લહેરોને ઓળખવાની આંતરિક શક્તિ અને સમજ અને માનવજીવન બચાવવા માટેની તેની તલબ અને જવાબદારીની અતૂટ ભાવના તેને મહાસાગરના ઉછળતા મોજાઓ વચ્ચે કૂદી પડવા માટેની પ્રેરણા આપે છે.સ્થાનિક લોકો કહે છે કે નાઝીમ તો સમુદ્રને એવી રીતે ઓળખે છે જ્યારે આપણે કોઈ પુસ્તકને ઓળખતા હોઈએ છીએ એ એવી રીતે પુસ્તકની જેમ મહાસાગરને વાંચી શકે છે. સમુદ્રના મોજા એ ક્યાં કેટલા ભયજનક છે અને કેટલા મોજા ક્યા ખતરનાક બની શકે છે અને કાંઠા ઉપર કયા કયા સ્થળો જોખમી છે એ વર્ષોના અનુભવો પછી એ જાણી શક્યો છે એટલે સમુદ્રના મોજામાંથી બચી ગયેલા અનેક બાળકો તથા મહિલાઓ અને વૃદ્ધ પ્રવાસીઓનું જીવન બચી જાય છે તે નાઝીમના ઝડપી નિર્ણયો અને ભયમુક્ત થઈને સમુદ્રમાં કૂદી પડવાની તેની સાહસિકતા કારણભૂત છે અને તેની આ હિંમત અને સાહસને જ અનેકના જીવન બચાવવા માટેનો યશ આપવો પડે. પૂરેપૂરા સાધનો સાથેની તાલીમ મેળવેલી ટીમો આવે એ પહેલા તો એ દરિયામાં કૂદી પડ્યો હોય છે અને ડૂબતા માનવ જીવનને બચાવતો રહ્યો છે અને એ પછી આ ટીમમાં આવી પહોંચે છે. મોહમ્મદ નસીબને મન વ્યક્તિનું જીવન બચાવવાનું તેનું કામ તેના માટે કોઈ વીરતા નથી પરંતુ માનવતા માને છે. માને છે કે મુસીબતમાં મુકાયેલ કોઈ પણ વ્યક્તિને બચાવવા જેવી તે આપણી નૈતિક ફરજ બને છે અને માનવતા જ સૌથી મોટો ધર્મ છે. તેની આભૂતપૂર્વ સેવા અને સાહસ છતાં નાઝીમ એક એવો વીરલો છે જેની કોઈ પ્રસિદ્ધિ નથી જેનું અખબારોમાં નામ આવતું નથી પરંતુ એ તમામ પ્રસિધ્ધિઓથી દૂર એક એવો અજ્ઞાત હીરો છે. એક એવો વીરલો છે જે ભુલાઈ ગયેલો છે પણ પોતાનું કામ ભૂલતો નથી. પોતાની આજીવિકા માટે એ બ્રેડ વેચવાનું ચાલુ રાખે છે પરંતુ સત્તાવાળાઓ તરફથી કોઈ સન્માન કરાયું નથી કે કોઈ કાયમી ટેકો તેને આપવામાં આવતો નથી અને સુરક્ષાના સાધનો પણ તેને પ્રદાન કરવામાં આવતા નથી. અનેક સામાજિક સંગઠનો અને સ્થાનિક નાગરિકોએ પણ તેના યોગદાનની કદર કરવા અને તેને પૂરતી તાલીમ અને સાધન સુવિધા આપવા માટે સત્તાવાળાઓને વિનંતી કરી છે. લોકો કહે છે કે જે વ્યક્તિએ એકલા હાથે ૩૦૦ માનવજીવન બચાવ્યા હોય તેને સન્માન અને સુરક્ષા મેળવવાનો પૂરેપૂરો અધિકાર છે. નાઝીમની બહાદુરીભરી જીવન ગાથાની સામે જોઈએ તો યુપીના નોઈડાની ઘટના કેટલી બધી વિરોધાભાસી છે. જ્યાં ૨૭ વર્ષની વયનો એક યુવાન સોફ્ટવેર એન્જિનિયર યુવરાજ મહેતા કાર સાથે પાણી ભરેલા ઊંડા ખાડામાં પડી જાય છે અને બચાવ માટે ચીસો પાડતો રહે છે. અકસ્માત થયો હોય તો બધા સમજી શક્યા પરંતુ એ પછી જે સંબંધ બન્યો તેનાથી આખો દેશ આઘાત મગ્ન બની ગયો છે. યુવરાજ લગભગ બે કલાક સુધી જીવન બચાવવા માટે સંઘર્ષ કરતો રહ્યો પરંતુ ખાડાની અંદર ફસાયેલો હોવાથી તે નીકળી શકતો નહોતો અને રેસ્ક્યુ ટીમ માટે પણ પહોંચવાનો પૂરતો સમય હતો. પરંતુ એવું ન થયું. તેના પિતા રાજકુમાર મહેતાએ કહ્યું હતું કે રેસ્ક્યુની ટીમના લોકોએ પણ ખૂબ જ ભયંકર અને આઘાતજનક બેદરકારી બતાવી અને ઉતાવળે કામ કરી શક્યા નહીં. એક પિતા માટે જીવનભરનું દુઃખ એમના હૃદયમાં સંગ્રહાયેલું રહી ગયું કે એમનો યુવાન દીકરો જીવન બચાવવાનો સંઘર્ષ કરતો રહ્યો પણ અસરકારક રીતે તેને સમયસર મદદ ન મળી અને આ આઘાત તેના માતા-પિતાને જીવનભર સતાવતો રહેશે. જ્યાં સત્તા તંત્ર અને આખું સરકારી માળખું યુવરાજને બચાવી ન શક્યો તો નાઝીમ જેવો એક વ્યક્તિ નોઈડામાં પણ ઉભો થયો. એક ડિલિવરી કરતો યુવાન તેની કમરમાં જાડું દોરડું બાંધીને નીચે ઉતર્યો અને અંધકારથી ઘેરાયેલા પાણીથી ભરાયેલા ખાડામાં ખાબક્યો અને યુવરાજને બચાવવાના તેણે એકલા હાથે ભરચક પ્રયાસો કર્યા. એ ડીલેવરી બોય કહે છે કે જો સમયસર રેસ્ક્યુ ટીમ આવી ગઈ હોત તો આ યુવાનને બચાવી શકાયો હોત. યુવરાજના પિતા રાજકુમારે જાહેરમાં એ યુવાન મનિન્દરનો આભાર માન્યો હતો અને જે સરકારી વિભાગે બેદરકારી કરી છે તેવા લોકોને સખત સજા આપવાની માગણી કરી હતી. ગેટવે ઓફ ઇન્ડિયા અને નોઈડા આ બંનેની ગાથા વચ્ચે એટલો બધો વિરોધાભાસ છે એ જોઈ શકાય છે. એક સામાન્ય બ્રેડ વેચતો ફેરિયો કશું માંગ્યા વિના કે તંત્રની મદદ વિના કે કોઈ અપેક્ષા વિના જીવન બચાવતો રહ્યો છે અને નોઈડામાં પૂરતો સમય હતો અને માનવ શક્તિ પણ હતી પરંતુ સત્તા તંત્ર બેજવાબદાર હતું અને ભયંકર રીતે તેમની બેદરકારી એક યુવાનના મોતનું કારણ બની જેને બચાવી શકાયો હોત. નાઝીમની આજીવન કહાણી એ દર્શાવે છે કે માનવ માનવ પ્રતિ સંવેદના હોય અને સાહસ હોય તો બધું જ શક્ય છે અને બીજી તરફ યુવરાજ જેવા યુવાનનું મોત એ સત્તા તંત્રની નીરસતા, બેદરકારી અને બેકાળજીનું અતિશય ચોંકાવી દેનારું ભયાનક પરિણામ છે. આ બંને સત્ય ઘટનાઓ એક સંદેશો તો સ્પષ્ટ આપે છે કે ભારતમાં વ્યક્તિગત રીતે લોકોની મદદ માટે દોડી જતા સાહસિકોની તો કોઈ કમી નથી પરંતુ માનવ જીવનનું મૂલ્ય સમજતા સત્તા તંત્રનો આપણી પાસે પૂરેપૂરો અભાવ છે એટલે જ મોહમ્મદ નાઝીમ એકલા હાથે જે કરી શકે છે તે આખું તંત્ર સાથે મળીને કરી શકતું નથી એ તો કેવો વિરોધાભાસ…. જો આપણા સત્તા તંત્રની સંસ્થાઓ અને આપણા વિભાગો માનવતાના ઉચ્ચ સિદ્ધાંતો ને અપનાવવા લાગશે તો નાઝીમ જેવા કેટલાય અજ્ઞાત વીરલા આવી જ રીતે માનવ જિંદગીઓ બચાવતા રહેશે અને જે બચાવી શકાય એવી કરૂણ ઘટનાઓને ખરેખર બચાવતા રહેશે.ર

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts