ધીમા ઓવર રેટ બદલ વિરાટ કોહલીને ૧૨ લાખનો દંડ ફટકારાયો

 

દુબઈ, તા.૨૫
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાં ૯૭ રનથી કારમા પરાજયનો સામનો કરનારી રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમને બેવડો ફટકો પડ્યો છે. એક તરફ લોકેશ રાહુલે અત્યંત ઝંઝાવાતી બેટિંગ કરીને બેંગલોરના બોલરોને નાસીપાસ કરી નાખ્યા હતા. પંજાબની ટીમે ૨૦૬ રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો. આટલું અપૂરતું ના હોય તેમ બેટિંગમાં બેંગલોરનો ધબડકો થયો હતો અને તેઓ માંડ ૧૦૯ રન કરી શક્યા હતા. ખુદ કેપ્ટન વિરાટ કોહલી તો માંડ એક જ રન કરી શક્યો હતો. આ સંજોગોમાં હવે તેને બેવડો માર પડ્યો છે. મેચ દરમિયાન બેંગલોરની ટીમે નિયત કરાયેલા સમયમાં ૨૦ ઓવર પૂરી કરી ન હતી. આઇસીસી અને આઇપીએલની સમિતિ આ મામલે કડક વલણ અપનાવી રહી છે. મેચ રેફરી જવાગલ શ્રીનાથે આ બાબતની નોંધ લઈને ટીમને દંડ ફટકાર્યો હતો. જોકે આ સિઝનમાં બેંગલોરનો આ પ્રથમ ગુનો હતો એટલે તેમને વધારે સજા થઈ ન હતી પરંતુ ઓછામાં ઓછો દંડ કરાયો હતો જે રકમ ૧૨ લાખ રૂપિયા થવા જતી હતી. આમ વિરાટ કોહલીની મેચ ફીની રકમમાંથી ૧૨ લાખ રૂપિયા કાપી લેવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks