ધોની જેવા ખેલાડીની ગેરહાજરી ભારતને પરેશાન કરી રહી છે : માઈકલ હોલ્ડિંગ

 

સિડની, તા.ર૯
ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમના કંગાળ દેખાવ અંગે સમગ્ર ક્રિકેટ વર્તુળમાંથી રિએક્શન આવી રહ્યા છે તેમાં વેસ્ટ ઈન્ડિઝના મહાન ઝડપી બોલર અને કોમેન્ટેટર માઈકલ હોલ્ડિંગનું માનવું છે કે, સ્ટાર ખેલાડીઓથી ભરપુર ભારતીય ટીમમાં હાલમાં કોઈ વાતની કમી હોય તો તે મહેન્દ્રસિંહ ધોનીની છે. ધોનીની સ્કીલ અને ખાસ કરીને રનચેઝ વખતે ઘોની જેવા ખેલાડીના કેરેક્ટરની ગેરહાજરી ભારતને પરેશાન કરી રહી છે.
ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વન-ડેમાં ભારતીય ટીમ એકદમ ફોર્મવિહોણી બની ગઈ હતી. તેનામાં લડાયક અભિગમનો સદંતર અભાવ જોવા મળ્યો હતો. ભારતની કંગાળ બોલિંગને કારણે ઓસ્ટ્રેલિયન ટીમ તેની ૫૦ ઓવરમાં છ વિકેટે ૩૭૪ રન કરી ગઈ હતી અને અંતે ભારતનો ૬૬ રનથી પરાજય થયો હતો.માઇકલ હોલ્ડિંગે જણાવ્યું હતું કે, ભારત માટે ૩૭૫નો ટારગેટ ચેઝ કરવો હંમેશાં કપરો લાગતો હતો. ભારતને એક વાતની ખોટ પડી હોય તો તે હતી ધોનીની ગેરહાજરી.
હોલ્ડિંગ નથિંગ બેક યુટ્યૂબ શોમાં વેસ્ટ ઈન્ડિઝના એક સમયના ખતરનાક ઝડપી બોલરે જણાવ્યું હતું કે, ભારતના આ બેટિંગ ક્રમમાં ધોની અધવચ્ચેથી આવતો હતો અને આ સમયે તે સામાન્ય રીતે રમત પર અંકુશ મેળવી લેતો હતો. ભૂતકાળમાં ધોની રમતો હતો ત્યારે ભારતે આ રીતે ઘણી વાર રનચેઝ સફળતાપૂર્વક પાર પાડેલા છે. ભારતની વર્તમાન બેટિંગ હરોળ ઘણી પ્રતિભાશાળી છે. કેટલાક ખેલાડીઓ શાનદાર સ્ટ્રોકપ્લે ધરાવે છે. હાર્દિક પંડ્યાએ શાનદાર બેટિંગ કરી હતી પરંતુ આમ છતાં હજી પણ ભારતને ધોની જેવા બેટ્‌સમેનની જરૂર હતી. ધોની માત્ર તેની સ્કીલને કારણે જ નહીં પરંતુ આ સંજોગોમાં તેનું કેરેક્ટર પણ ટીમને કામ લાગી શકે તેમ હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks