ધ્વજ ઉતારીને સળગાવવાનો પ્રયાસ કર્યોઅફઘાની નાગરિકોએ જર્મનીમાંપાકિસ્તાની કોન્સ્યુલેટ ઉપર હુમલો કર્યો

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૨
જર્મનીના ફ્રેન્કફર્ટમાં પાકિસ્તાની કોન્સ્યુલેટ પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, તે અફઘાન નાગરિક છે. હુમલાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે, કેટલાક લોકો કોન્સ્યુલેટમાંથી પાકિસ્તાની ધ્વજ હટાવી રહ્યા છે અને અફઘાન ધ્વજ લગાવી રહ્યા છે. પાકિસ્તાન સરકારે આ હુમલાની સખત નિંદા કરી તેને ‘ઉગ્રવાદીઓની ટોળકી’ દ્વારા કરાયેલી કાર્યવાહી ગણાવી અને જર્મન સત્તાવાળાઓને સંડોવાયેલા લોકોની ધરપકડ કરવા અને તેમની સામે કાર્યવાહી કરવા તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી. ઘટનાના વીડિયોમાં જોઈ શકાય છે કે, પાકિસ્તાની કોન્સ્યુલેટની પાસે મોટી ભીડ એકઠી થઈ ગઈ છે. તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. તેમાંથી એક કોન્સ્યુલેટની બહાર ધ્વજ ઉતારે છે. આ દરમિયાન એક વ્યક્તિ ત્યાં આવે છે અને તેને ભગાડી જવાનો પ્રયાસ કરે છે. દરમિયાન પ્રદર્શનકારીઓએ પાકિસ્તાની ઝંડાને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, ત્યાં હાજર પ્રદર્શનકારીઓ અફઘાનિસ્તાનના જૂના ઝંડા સાથે પ્રદર્શન કરી રહ્યા છે. પાકિસ્તાન સરકારે પણ આ ઘટના પર જર્મન સરકાર સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો અને રાજદ્વારી પરિસરની સુરક્ષા માટે વિયેના કન્વેન્શન હેઠળ તેમની જવાબદારી યાદ અપાવી. પાકિસ્તાન સરકાર તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘અમે જર્મન સરકાર સામે અમારો સખત વિરોધ વ્યક્ત કરીએ છીએ અને તેમને વિયેના કન્વેન્શન હેઠળ તેમની જવાબદારીઓ નિભાવવા માટે તાત્કાલિક પગલાં ભરવાની અપીલ કરીએ છીએ.’ પાકિસ્તાન ગઈકાલે જર્મનીના ફ્રેન્કફર્ટમાં તેના વાણિજ્ય દૂતાવાસ પર ઉગ્રવાદીઓની ટોળકી દ્વારા કરાયેલા હુમલાની અને તેના કોન્સ્યુલેટ પરિસરની પવિત્રતા અને સુરક્ષા જાળવવામાં જર્મન અધિકારીઓની નિષ્ફળતાની સખત નિંદા કરે છે, એક નિવેદનમાં જણાવાયું છે. રિપોર્ટ અનુસાર હુમલા દરમિયાન દેખાવકારોએ પાકિસ્તાની ઝંડાને સળગાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પાકિસ્તાન સરકારે જર્મન સત્તાવાળાઓને કોન્સ્યુલેટની સુરક્ષા માટે તેમની જવાબદારીઓ નિભાવવા અને સુરક્ષામાં ભૂલો માટે જવાબદાર લોકોને જવાબદાર ઠેરવવા અપીલ કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks