નવા વર્ષના પહેલા જ દિવસે ઈઝરાયેલી હવાઈ હુમલામાં ગાઝાના વધુ ૧૧ નાગરિકોનાં મોત

(એજન્સી)               ગાઝા સિટી, તા.૨
ઇઝરાયેલ દ્વારા નવા વર્ષ ૨૦૨૫ના પહેલા દિવસે ગાઝા સિટી પર કરાયેલા ભયાનક હવાઈ હુમલામાં વધુ ૧૧ જેટલા નાગરિકોના મોત થયા હતા. તબીબી વર્તુળોએ જણાવ્યા મુજબ મધ્ય ગાઝા વિસ્તારમાં આવેલા બુરેજ રેફ્યુજી કેમ્પ ઉપર ઇઝરાયેલી ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવતા એક મહિલા અને એક બાળકનું મોત થયું હતું અને બીજા સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા. કુલ કેટલી જાનહાનિ થઈ તેનો આંકડો હજુ મળ્યો નથી એ પછી જબાલિયા વિસ્તારમાં ઇઝરાયેલ દ્વારા કરાયેલા બીજા હવાઈ હુમલામાં ૧૫ નિર્દોષ નાગરિકોનાં મોત થયા હતા અને બીજા સંખ્યાબંધ ઘાયલ થયા હતા. હિંસાનું તાંડવ નજરે જોનારા સાક્ષીઓએ જણાવ્યું હતું કે ઇઝરાયેલના લશ્કર દ્વારા મકાનોને ઉડાવી દેવાનું ચાલુ જ રાખવામાં આવ્યું છે અને હવે કેટલાક વિસ્તારોમાં રહેણાંક મકાનો પણ ફૂંકી મારવામાં આવી રહ્યા છે. સૌથી વધુ જબાલિયા અને બેત લહિયા વિસ્તારોમાં રહેણાંક મકાનોને બોમ્બમારાથી ઉડાવી દેવામાં આવ્યા છે. જ્યારે દક્ષિણ ગાઝામાં આવેલા અલ પુકારી વિસ્તારમાં એક મકાન પર બોબ વર્ષા કરવામાં આવતા સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા. ઇઝરાયેલના લશ્કર દ્વાર ગાઝા પટ્ટીના નિર્દોષ નાગરિકોનો નરસંહાર ચાલુ જ રાખવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં ૪૫,૫૦૦થી વધુ લોકો માર્યા ગયા છે જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો છે. યુદ્ધ અપરાધો બદલ ઇઝરાયેલના રાષ્ટ્રપ્રમુખ અને તેના સંરક્ષણ મંત્રી સામે આંતરરાષ્ટ્રીય અદાલતે ધરપકડના વોરંટ પર બહાર પાડ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts