નીતિન ગડકરીએ કહ્યું કે, “ભંડોળ વિના રાજકીય પક્ષ ચલાવવો શક્ય નથી માટે જ કેન્દ્ર ચૂંટણી બોન્ડ યોજના લાવ્યું હતું”

સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે એક સીમાચિહ્‌નરૂપ ચુકાદામાં એપ્રિલ-મે લોકસભાની ચૂંટણીઓ પહેલા ચૂંટણી બોન્ડ યોજનાને રદ કરી દીધી હતી

(એજન્સી) તા.૨૩
નીતિન ગડકરીએ ચૂંટણી બોન્ડ યોજના પાછળના મુખ્ય હેતુ વિશે વાત કરતા કહ્યું છે કે ભંડોળ વિના રાજકીય પક્ષ ચલાવવો શક્ય નથી અને કેન્દ્રએ “સારા ઈરાદા” સાથે ૨૦૧૭માં ચૂંટણી બોન્ડ યોજના રજૂ કરી હતી. ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ)ના વરિષ્ઠ નેતાએ કહ્યું કે જો સુપ્રીમ કોર્ટ આ મામલે વધુ કોઈ નિર્દેશ આપે તો તમામ રાજકીય પક્ષોએ સાથે બેસીને વિચાર-વિમર્શ કરવાની જરૂર છે. શુક્રવારે ગાંધીનગર નજીક ગિફ્ટ સિટીમાં મીડિયા હાઉસ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં તેમણે આ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, જ્યારે અરુણ જેટલી કેન્દ્રીય નાણા મંત્રી હતા ત્યારે હું ઇલેક્ટોરલ બોન્ડ્‌સ અંગેની ચર્ચાનો ભાગ હતો. કોઈપણ પક્ષ સંસાધનો વિના ટકી શકતો નથી. કેટલાક દેશોમાં સરકારો રાજકીય પક્ષોને ભંડોળ પૂરૂં પાડે છે. ભારતમાં આવી કોઈ વ્યવસ્થા નથી. આમ અમે રાજકીય પક્ષોને ધિરાણ આપવાની આ સિસ્ટમ ચૂંટણી બોન્ડની પસંદગી કરી હતી. ઇલેક્ટોરલ બોન્ડ્‌સ રજૂ કરવા પાછળનો મુખ્ય હેતુ એ હતો કે રાજકીય પક્ષોને સીધું ભંડોળ મળી શકે પરંતુ દાતાઓના નામ જાહેર કરવામાં આવતાં નથી કારણ કે જો સત્તામાં પક્ષ બદલાય તો સમસ્યાઓ ઊભી થાય છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટરે કહ્યું કે જેમ મીડિયા હાઉસને કોઈ ઈવેન્ટને ફાઇનાન્સ કરવા માટે સ્પોન્સરની જરૂર હોય છે તેમ રાજકીય પક્ષોને પણ તેમની બાબતો ચલાવવા માટે ફંડની જરૂર હોય છે. તમારે વાસ્તવિકતા જોવાની જરૂર છે. પક્ષોએ ચૂંટણી કેવી રીતે લડવી જોઈએ ? અમે પારદર્શિતા લાવવા માટે ચૂંટણી બોન્ડની આ સિસ્ટમ લાવ્યા હતા. અમે ચૂંટણી બોન્ડ લાવ્યા ત્યારે અમારો હેતુ સારો હતો. જો સુપ્રીમ કોર્ટને તેમાં કોઈ ખામીઓ જણાય અને અમને તેને સુધારવા માટે કહે છે બધા પક્ષો સાથે બેસીને સર્વસંમતિથી તેના પર વિચારણા કરશે. તેમણે કહ્યું કે, આપણા દેશ અને મૂલ્ય આધારિત લોકશાહીના હિતમાં દરેક વ્યક્તિએ પક્ષોને ધિરાણ આપવાનો પારદર્શક માર્ગ શોધવાની જરૂર છે. કારણ કે ભંડોળ વિના પક્ષો કોઈપણ પ્રવૃત્તિ હાથ ધરી શકતા નથી.
સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં એપ્રિલ-મે લોકસભાની ચૂંટણીઓ પહેલા ચૂંટણી બોન્ડ યોજનાને રદ કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ યોજના વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના બંધારણીય અધિકાર તેમજ માહિતીના અધિકારનું ઉલ્લંઘન કરે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (જીમ્ૈં)એ ચૂંટણી પંચને આ યોજના હેઠળ રાજકીય પક્ષો દ્વારા મેળવેલા ભંડોળ વિશેની વિગતો ધરાવતા ઈલેક્ટોરલ બોન્ડને લગતા ડેટા જાહેર કર્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts