ન્યૂજર્સીના પ્રથમ શીખ મેયરે કહ્યું કે, તેમને જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે

(એજન્સી) ન્યૂજર્સી, તા.રર
ન્યૂજર્સીના પ્રથમ શીખ મેયર તરીકે હોદ્દો સંભાળ્યાના ત્રણ મહિના બાદ રવિ ભલ્લાએ નિવેદન આપ્યું છે કે, તેમને અને તેમના પરિવારને હત્યાની ધમકીઓ મળી રહી છે. ગુરૂવારે હોબોકેન સીટી હોલમાં સુરક્ષા વ્યવસ્થા ખોરવાયા બાદ ભલ્લાએ આ નિવેદન આપ્યું હતું. આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી પરંતુ ભલ્લાએ જણાવ્યું કે, ‘ આ ઘટના તેમજ મને અને મારા કુટુંબીજનોને મળતી ધમકીઓથી શીખ મળે છે કે આપણે સુરક્ષા વ્યવસ્થા હજી વધુ મજબૂત કરવાની જરૂર છે” નવેમ્બરમાં એક શીખ અમેરિકન તરીકે ભલ્લાએ કહ્યું હતું કે, ભૂતકાળમાં તેઓ ધાર્મિક ભેદભાવનો શિકાર બની ચૂક્યા છે. એક કિશોર તરીકે ન્યૂજર્સીમાં શેખ ધર્મ પ્રત્યે તેમની આસ્થાની પ્રતિક પાઘડી ધારણ કરવા બદલ તેમની હેરાનગતિ કરવામાં આવી હતી. ચૂંટણી પ્રચાર દરમ્યાન તેમને આતંકવાદ સાથે જોડતી વંશીય પત્રિકાઓ વહેંચવામાં આવી હતી. નોંધનીય છે કે ગુરૂવારે સીટી હોલમાં એક વ્યક્તિ કંઈક સામાન ભરેલી બેગ સેક્રેટરીની ઓફિસમાં ફેંકી ભાગી ગયો હતો. સુરક્ષા કારણોસર તે બેગનો સામાન લોકો સમક્ષ જાહેર કરવામાં આવ્યો નથી પરંતુ સ્થાનિક પોલીસે મેયર અને સીટી હોલમાં આવતાં-જતાં લોકોની સુરક્ષા માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts