પશ્ચિમ ઈરાનમાં પ.૧ તીવ્રતાનો ભૂકંપ

 

(એજન્સી) તહેરાન,તા.૧૦
ઈરાનિયન સિસ્મોલોજિકલ સેન્ટરે આપેલી જાણકારી મુજબ સ્થાનિક સમય પ્રમાણે બપોરે ૧.૪૬ વાગે પશ્ચિમ ઈરાનના ગિલાન-એ-ગાર્બ શહેરની નજીક આઠ કિ.મી.ની ઉંડાઈએ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપમાં સારપોલ-એ-ઝહાબ, કસર-એ-શિરીન, કિરમાનશાહ અને ઓરામનાતનો વિસ્તાર પણ અસરગ્રસ્ત થયો હતો. જો કે આ ભૂકંપમાં કોઈ મોટા નુકસાન કે જાનહાનિના અહેવાલો નથી. ઉલ્લેખનીય છે કે ૧ર નવેમ્બર ર૦૧૭ના રોજ ઈરાનના પશ્ચિમ પ્રાંત કિરમાનશાહમાં આવેલા સારપોલ-અલ-ઝહાબમાં ૭.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં લગભગ ૯૦,૦૦૦ મકાનોને સંપૂર્ણ અથવા તો આંશિક નુકસાન પહોંચ્યું હતું. આ ભૂકંપમાં ૬૬૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા તેમજ ૧૦,૦૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. ર૦૧૭માં આવેલા ૭.૩ની તીવ્રતાના ભૂકંપ પછી કિરમાનશાહ પ્રાંતમાં અત્યાર સુધી ૬૦૦૦થી વધુ ભૂકંપના આંચકા નોંધાઈ ચૂકયા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks