પહેલીવાર સઉદી અરબના હવાઈ ક્ષેત્રમાં થઈ ભારતીય વિમાન ઈઝરાયેલ પહોંચ્યું

(એજન્સી) તેલઅવીવ, તા.ર૩
એર ઈન્ડિયાએ ગુરૂવારે દિલ્હીથી ઈઝરાયેલની રાજધાની તેલઅવીવની ઉડાન શરૂ કરી છે. સઉદી અરબ દ્વારા ઈઝરાયેલ જનાર ઉડાનો માટે તેના હવાઈ ક્ષેત્રના ઉપયોગની અનુમતિ બાદ આ પહેલી ઉડાન હતી. આ અરબ શાસન અને તેલઅવીવ સાથે સંબંધો સુધરવાનો સંકેત છે. એર ઈન્ડિયાનું વિમાન તેલઅવીવના ગુરિયન હવાઈ અડ્ડે ઈઝરાયેલના પરિવહન મંત્રી યિઝરાયલ કેટઝે કહ્યું કે આ ઐતિહાસિક ક્ષણ છે. આ પહેલીવાર સઉદી અરબ અને ઈઝરાયેલ વચ્ચે અધિકારિક સંબંધ સ્થાપિત થયા છે. ઈઝરાયેલના પર્યટન મંત્રીએ ભારતીય વિમાનનું સ્વાગત કર્યું હતું. સપ્તાહમાં ૩ ઉડાન એર ઈન્ડિયા ભરશે. ઈઝરાયેલની સરકારી વિમાન કંપની ઈઆઈઈએ વર્તમાનમાં મુંબઈ માટે ભારતીય સેવાનું સંચાલન કરે છે જે સઉદી અરબ અને ઈરાન ઉપરથી ઉડાન ભરવાથી બચવા માટે લાલસાગર ઉપરથી ગુજરે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks