પાકિસ્તાનમાં પ્રથમ વખત દલિત હિન્દુ મહિલાએ સેનેટર તરીકે સોગંદ લીધા

(એજન્સી)
ઈસ્લામાબાદ, તા.૧ર
પાકિસ્તાનમાં પહેલી જ વખત હિન્દુ દલિત મહિલા ક્રિશ્ના કુમારી કોહલીએ સેનેટર તરીકે સોગંદ લીધા હતા. સંસદના ઉચ્ચ ગૃહ માટે પ૧ ધારાસભ્યોએ સોગંદ લીધા હતા. જેમાં કોહલી પણ હતી. ૩૯ વર્ષીય કોહલી બિલાવત ભુટ્ટોના પીપીપી તરફે સિંધ પ્રાંતના થાર જિલ્લાના નગરપારકર ગામમાંથી ચૂંટાઈ હતી. ક્રિશ્ના કુમારી સંસદમાં પોતાની પારંપારિક વેષભૂષામાં પોતાના કુટુંબીજનો સાથે આવી હતી. એમણે મીડિયાને કહ્યું કે હું આરોગ્ય સેવાઓ સુધારવા અને પાણીની અછત જેવા મુદ્દાઓને ઉકેલવા પ્રયાસો કરીશ. પાકિસ્તાનમાં નિવાસ કરતી લઘુમતીઓ માટે આ મોટી જીત છે. આ પહેલાં પીપીપી તરફથી હિન્દુ મહિલા રત્ના ભગવાનદાસ ચાવલા પણ એક સેનેટર તરીકે ચૂંટાઈ આવી હતી. ગરીબ ખેડૂત કુટુંબમાં જન્મેલ ક્રિશ્નાએ પોતાના કુટુંબ સાથે ખાનગી જેલમાં ત્રણ વર્ષ વિતાવ્યા હતા જે તે વખતે એ ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી. ૧૬ વર્ષની ઉંમરે એમના લગ્ન લાલચંદ સાથે થયા હતા. તે વખતે એ ૯માં ધોરણમાં ભણતી હતી. એમણે વધુ અભ્યાસ લગ્ન પછી કર્યો અને ર૦૧૩ના વર્ષમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી. એ પીપીપી પક્ષ સાથે એક સામાજિક કાર્યકર તરીકે એના ભાઈ સાથે જોડાઈ હતી જે પછીથી અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks