પાકિસ્તાનમાં ૧૫ વર્ષીય શીખ વિદ્યાર્થી ઓંકાર સિંહે લાહોરના ૯માં ધોરણની બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે, મીનમલ સિંહના પુત્ર ઓંકારે BISEમાં ઇસ્લામિયતમાં ૯૮ અને પવિત્ર કુર્આનના અનુવાદમાં ૫૦/૪૯ ગુણ મેળવ્યા છે, તેની આ સિદ્ધિ એવા વર્ષમાં નોંધપાત્ર છે જ્યારે પંજાબમાં પાસ થવાનો દર ફક્ત ૪૫% છ
(એજન્સી) નવી દિલ્હી, તા.૨૧
પાકિસ્તાનનાં એક શીખ કિશોર, ઓંકાર સિંહે લાહોરના બોર્ડ ઓફ ઇન્ટરમીડિયેટ એન્ડ સેકન્ડરી એજ્યુકેશન (BISE)ની ૯માં ધોરણની પરીક્ષા ૨૦૨૫માં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. ૧૫ વર્ષના આ વિદ્યાર્થીએ ઇસ્લામિયતમાં ૧૦૦માંથી ૯૮ ગુણ મેળવ્યા છે, જે એક એવો વિષય છે જે ધર્મ, વિશ્વ દૃષ્ટિકોણ અને સભ્યતા સાથેના ઇસ્લામના અભ્યાસ પર કેન્દ્રિત છે, જ્યારે તેમણે ભૌતિકશાસ્ત્રમાં ૬૦, રસાયણશાસ્ત્રમાં ૬૦ અને જીવવિજ્ઞાનમાં ૫૯ ગુણ મેળવ્યા છે. ઓંકાર મીનમલ સિંહનો પુત્ર છે અને તેણે દરેક વિષયમાં A+ ગ્રેડ મેળવ્યો છે. BISE લાહોર વેબસાઇટ પરથી ઇન્ડિયા ટુડે ડિજિટલ દ્વારા એક્સેસ કરાયેલ માર્કશીટમાં જણાવાયું છે કે, ઇસ્લામિયત, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાન ઉપરાંત ઓંકાર સિંહે અંગ્રેજીમાં ૭૫, ઉર્દૂમાં ૭૪ અને પવિત્ર કુર્આનના અનુવાદમાં ૫૦માંથી ૪૯ ગુણ મેળવ્યા છે. તેઓ અલગ ધર્મના હોવા છતાં ઇસ્લામિયત અને પવિત્ર કુર્આનના અનુવાદ જેવા વિષયોમાં અપવાદરૂપ ઉચ્ચ ગુણ મેળવ્યા છે, તે દર્શાવે છે કે ઓંકારે માત્ર નોંધપાત્ર બૌદ્ધિક પ્રયાસ જ નથી કર્યો પરંતુ વિવિધ પરંપરાઓને સમજવાને પણ મહત્ત્વ આપ્યું છે. સોશિયલ મીડિયા પર સિંહના ઇસ્લામિયતના ૯૮ ગુણે ખાસ ધ્યાન ખેંચ્યું છે. ઠ પર એક વ્યક્તિએ પોસ્ટ કરી કે, આ બિચારો છોકરો, ભલે તે તેની આખી કારકિર્દી દરમિયાન ટોચ પર રહે, હજુ પણ તે પાકિસ્તાનમાં કોઈ ટોચના હોદ્દા પર રહી શકતો નથી. ફક્ત એટલા માટે કે તે મુસ્લિમ નથી. બીજા વ્યક્તિએ અવલોકન કર્યું કે પાકિસ્તાનના પંજાબમાં, પંજાબીને એક વિષય તરીકે શીખવવામાં આવતી નથી, પરંતુ ઉર્દૂ લાદવામાં આવે છે. અહીં સૌથી મહત્ત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે, પંજાબી શા માટે એ વિષય નથી ?. ૨૦૧૫માં, કેનેડિયન-પાકિસ્તાની લેખક અને પત્રકાર તારેક ફતાહે કહ્યું હતું કે, પંજાબ વિધાનસભામાં તમને પંજાબીમાં બોલવાની મંજૂરી નથી. પાકિસ્તાનના ૧૦૦ મિલિયન પંજાબીઓ પંજાબી વાંચી કે લખી શકતા નથી. પંજાબ વિધાનસભામાં, એક પણ મુસ્લિમ પંજાબીને પંજાબીમાં બોલવાની મંજૂરી નથી. એક પણ શાળા શિક્ષક પંજાબી જાણતો નથી. એક પણ શાળામાં શિક્ષણનું માધ્યમ પંજાબીમાં નથી. આ વિડંબના સાથેની નીતિ બાંગ્લાદેશ મુદ્દે પાકિસ્તાન માટે ઘાતક સાબિત થઈ, જ્યારે ૧૯૭૧માં બંગાળીઓ પર ઉર્દૂ લાદવાના પ્રયાસથી તેમને દેશનો અડધો ભાગ ગુમાવવો પડ્યો હતો. ૧૯૪૭માં લગભગ ૨૦ લાખ શીખો એવા વિસ્તારોમાં રહેતા હતા જે હવે પાકિસ્તાન છે અને પંજાબમાં તેમની હાજરી વધુ હતી. આજે તેમની વસ્તી ઘટીને અંદાજે ૧૫,૦૦૦ – ૨૦,૦૦૦ થઈ ગઈ છે, કેટલાક સ્ત્રોતો સૂચવે છે કે તે ૮,૦૦૦ જેટલી ઓછી પણ હોઈ શકે છે. પાકિસ્તાનમાં શીખો દેશની વસ્તીના ૦.૦૧% કરતા પણ ઓછા છે. હકીકતમાં શીખ ધર્મના મૂળ ભૌગોલિક વિસ્તરણમાં છે જે હવે પાકિસ્તાનના સૌથી મોટા પંજાબ પ્રાંતનો ભાગ છે. આ તે સ્થાન હતું જ્યાં આ ધર્મના સ્થાપક ગુરૂ નાનક દેવનો જન્મ ૧૪૬૯માં નનકાના સાહિબમાં થયો હતો અને તેમણે તેમના જીવનનો મોટાભાગનો સમય તેમના આધ્યાત્મિક ઉપદેશોનો ફેલાવો કરવામાં વિતાવ્યો હતો. આ પ્રદેશમાં કેટલાક મહત્ત્વપૂર્ણ શીખ મંદિરો પણ છે, જેમાં નનકાના સાહિબ ખાતે ગુરૂદ્વારા જન્મસ્થાન, અટકમાં ગુરૂદ્વારા પંજા સાહિબ અને કરતારપુર ખાતે ગુરૂદ્વારા દરબાર સાહિબનો સમાવેશ થાય છે, જ્યાં ગુરૂ નાનકે તેમના અંતિમ વર્ષો વિતાવ્યા હતા. કરતારપુરમાં તેમણે તેમના ત્રણ માર્ગદર્શક સિદ્ધાંતો આપ્યા : નામજપન (ભગવાનના નામનું ધ્યાન), કિરતકરણી (પ્રામાણિક આજીવિકા કમાવવા) અને વંદચકના (નિઃસ્વાર્થપણે અન્ય લોકો સાથે શેર કરવા). આ મૂલ્યો શીખ અખંડિતતા અને સમુદાય માટે મહત્ત્વપૂર્ણ છે. આજે ફક્ત શીખ જ નહીં, પાકિસ્તાનમાં હિન્દુઓ લગભગ ૨% અને ખ્રિસ્તીઓ લગભગ ૧.૩% રહી ગયા છે. મુસ્લિમોમાં પણ શિયાઓ વસ્તીના ૧૫-૨૦% છે અને અહમદીઓ, જેમને કાયદા દ્વારા સત્તાવાર રીતે બિન-મુસ્લિમ જાહેર કરવામાં આવ્યા છે, તેઓ સુન્ની બહુમતીથી સામાજિક-રાજકીય ભેદભાવના વિવિધ સ્તરોનો સામનો કરે છે. કરાચી સ્થિત છઇરૂ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે પંજાબમાં, કુલ ૩,૮૦,૦૦૦ ઉમેદવારો વાર્ષિક ૯માં ધોરણની પરીક્ષામાં બેઠા હતા, જેમાંથી ૧,૩૮,૦૦૦ સફળ જાહેર થયા હતા. જ્યારે ૧,૬૯,૦૦૦ પાસ થવામાં નિષ્ફળ ગયા હતા. આ રીતે પાસ ટકાવારી માત્ર ૪૫% રહી છે, જે ઓંકારની સિદ્ધિ કેટલી અસાધારણ છે તે દર્શાવે છે. આ પરિણામો બુધવારે સત્તાવાર રીતે ઓનલાઈન જાહેર કરવામાં આવ્યા હતા. લાહોર, ફૈસલાબાદ, ગુજરાંવાલા, મુલતાન, રાવલપિંડી, બહાવલપુર, ડેરા ગાઝી ખાન, સાહિવાલ અને સરગોધા સહિત તમામ નવ પંજાબ બોર્ડના ટોચના સિદ્ધિઓ મેળવનારાઓનું સન્માન કરવા માટે એક ખાસ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.