(એજન્સી) વોશિગ્ટન, તા. ૧૪
અમેરિકી ગુપ્તચર વિભાગના એક રિપોર્ટમાં એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન ખતરનાક પરમાણુ હથિયાર બનાવી રહ્યું છે આગામી સમયમાં ભારત પર આતંકી હુમલા વધી શકે છે. પાકિસ્તાન દ્વારા આ નાના હથિયારોના નિર્માણને કારણે આ પ્રાંતમાં તંગદિલી પેદા થઈ શકે છે. અમેરિકી ગુપ્તચર એજન્સીના ડાયરેક્ટર જેન કોટ્સે કહ્યું કે પાકિસ્તાન ઓછા અંતરના હથિયારો સહિત નવા પ્રકારના પરમાણુ હથિયારો વિકસીત કરી રહ્યાં છે. તેમણે ચેતવણી આપી કે પાકિસ્તાને પરમાણુ હથિયારોનું નિર્માણ, તથા ઓછા અંતર સુધીના રણનીતિક હથિયારો સહિત નવા પ્રકારના પરમાણુ હથિયારો, સમુદ્ર આધારિત ક્રૂઝ મિસાઈલો, હવામાં છોડવામાં આવનાર ક્રૂઝ મિસાઈલો અને લાંબા અંતરના બેલાસ્ટિક મિસાઈલો સામેલ છે, જેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. અમેરિકી ખુફિયા વિભાગના પ્રમુખે એવું પણ કહ્યું કે પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનો ભારતની અંદર હુમલાઓ ચાલુ રાખી શકે છે. તેથી બન્ને દેશો વચ્ચે તંગદીલી વધી શકે છે. કોટેસે સેનેટની સ્થાયી સમિતિ સમક્ષની સુનાવણીમાં કહ્યું કે ઈસ્લામાબાદ સમર્થિત આતંકવાદી સંગઠન ભારત અને અફઘાનિસ્તાનમાં હુમલાઓની યોજના બનાવી અને હુમલો કરવા માટે પાકિસ્તાનમાં પોતાની સુરક્ષિત પનાહગાહનો લાભ ઉઠાવવાનું ચાલુ રાખશે. પાકિસ્તાનના કોઈ સંગઠનનું નામ લીધા વગર તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદીલી વધવાનો આસાર છે.