પુણે કિલ્લામાં ૮ વર્ષના બાળકના ટૂંકા કપડાં અંગે વિવાદમાં પ્રવાસીઓને બે કલાક સુધી માર મારવામાં આવ્યો, હેરાન કરવામાં આવ્યા

ભારતે ૮૦મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કર્યાના એક દિવસ પછી ૧૬ ઓગસ્ટના રોજ સિંહગઢ કિલ્લામાં પ્રવાસીઓ પર તેમના કપડાંને અનુલક્ષીને હુમલો કરવા અને બે કલાક સુધી લોકોને ધમકાવવા બદલ પુણેની હવેલી પોલીસે નવ વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો છે, અધિકારીઓના જણાવ્યા અનુસાર હુમલાખોરોએ ‘ફોર્ટ કન્ઝર્વેશન સોસાયટી’ના સભ્યો હોવાનો દાવો કર્યો હતો

(એજન્સી) તા.૧૯
પુણે અને તેની બહારના વિસ્તારોમાં છત્રપતિ શિવાજી મહારાજ સહિત મરાઠા રાજાઓ દ્વારા બાંધવામાં આવેલા કિલ્લાઓ આવેલા છે. વર્ષોથી આ કિલ્લાઓ લોકપ્રિય પર્યટન સ્થળો રહ્યા છે, જ્યાં હજારો લોકો દર વર્ષે આનંદ માણવાની આશામાં મુલાકાત લે છે પરંતુ ગયા સપ્તાહના અંતે આવી જ એક નવરાશની સફર કેટલાક પ્રવાસીઓ માટે ભયાનક બની, કથિત રીતે અન્ય લોકોએ જે ‘અયોગ્ય’ કપડાં પહેર્યા હતા તે પહેરવા બદલ તેઓને ધમકીઓનો સામનો કરવો પડ્યો હતો.પુણેની હવેલી પોલીસે ૧૬ ઓગસ્ટના રોજ – ભારતે તેના ૮૦મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કર્યાના એક દિવસ પછી – સિંહગઢ કિલ્લા પર પ્રવાસીઓ પર તેમના કપડાંને લઈને હુમલો કરવા અને બે કલાક સુધી લોકોને ડરાવવા બદલ નવ વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો છે.પુણે પોલીસ અધિક્ષક સંદીપ સિંહ ગિલના જણાવ્યા અનુસાર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે એક યુવાન અને લોકોના બીજા જૂથે એક પરિવારને તેમની ૮ વર્ષની પુત્રી શોટ્‌ર્સ કેમ પહેરી રહી છે તે પૂછતા અટકાવ્યો હતો.અધિકારીઓના જણાવ્યા અનુસાર હુમલાખોરોએ ‘ફોર્ટ કન્ઝર્વેશન સોસાયટી’ના સભ્યો હોવાનો દાવો કર્યો હતો.૧૬ ઓગસ્ટના રોજ જ્યારે કિલ્લામાં સપ્તાહના અંતે ભીડનો માહોલ હતો, ત્યારે આ જૂથના કથિત સભ્યોએ સગીર સહિત કેટલાક લોકોને શોટ્‌ર્સ પહેરેલા જોયા. નૈતિક પોલીસિંગનો આ મામલો સામે આવ્યો છે, જેમાં હુમલાખોરોએ કહ્યું કે, તેઓ ‘અયોગ્ય’ કપડાં પહેરેલા છે.ટૂંક સમયમાં આ મુકાબલો શારીરિક હુમલામાં ફેરવાઈ ગયો, જ્યારે જૂથે પ્રવાસીઓને માર મારવાનું શરૂ કર્યું. તેમણે મહિલાઓ, બાળકો કે વૃદ્ધોને પણ છોડ્યા નહીં, જેમના પર દુર્વ્યવહાર અને શારીરિક હુમલો કરવામાં આવ્યો.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ આ કોઈ ક્ષણિક ઘટના નહોતી. હુમલો લગભગ બે કલાક સુધી ચાલ્યો, જેના કારણે પોતાને બચાવવા માટે દોડી રહેલા પ્રવાસીઓમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું.ફરિયાદો મળતાં હવેલી પોલીસે કાર્યવાહી કરી અને આ મામલે સામેલ નવ નામાંકિત વ્યક્તિઓ સામે ફોજદારી કેસ નોંધ્યો હતો.ગુનેગારોને સજા થાય તે માટે વધુ તપાસ ચાલી રહી છે.આ ઘટના સામે આવ્યા પછી અધિકારીઓએ કિલ્લા પર ભીડ નિયંત્રણ માટે કાર્યવાહી કરી હતી. પુણેનો સિંહગઢ કિલ્લો મહારાષ્ટ્રનો પહેલો કિલ્લો બનશે જેણે પ્રવાસીઓની ભીડનું સંચાલન કરવા અને વાહન પ્રવેશને પ્રતિબંધિત કરવા માટે એપ-આધારિત પ્રી-રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવ્યું છે. તાજેતરના વર્ષોમાં પુણેમાં સ્વયંભૂ ‘કિલ્લા સંરક્ષણ’ જૂથોમાં વધારો જોવા મળ્યો છે જે ઇમારતોના ઇતિહાસને સાચવવાનો અને તેમને સાફ કરવાનો દાવો કરે છે. જો કે, આમાંના કેટલાક જૂથોએ પોતાના નિયમો બનાવવાનું શરૂ કર્યું છે, સ્થાનિકો અને પ્રવાસીઓ કહે છે કે, તેઓ ઘણીવાર કિલ્લાઓની અંદર શું પહેરવું અને કેવું વર્તન કરવું તે નક્કી કરે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks