પેલેસ્ટીનીએ સતત છ વર્ષ સુધી માઈક્રોસોફ્ટ એવોર્ડ જીત્યો

 

(એજન્સી) તા.ર૯
એક પેલેસ્ટીની ટેકનોલોજી નિષ્ણાંત અને સલાહકારે માઈક્રોસોફ્ટનું વાર્ષિક મોસ્ટ વેલ્યુએબલ પ્રોફેશનલ (એમવીપી) એવોર્ડ જીતી લીધો છે. સળંગ છ વર્ષ સુધી ટેકનોલોજી કંપનીની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા તેઓ જીતતા આવ્યા છે. આ નિષ્ણાંતનું નામ વસીમ અવ્વદ છે જે પેરિસમાં રહે છે અને મૂળ પેલેસ્ટીનનો છે. તેઓ માઈક્રોસોફ્ટના વ્યૂહાત્મક વ્યવસાય અને વિકાસ મેનેજર અને ટેકનોલોજી સલાહકાર છે. તેમણે ભૂતકાળમાં ર૭ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન મેળવવાનો પ્રભાવશાળી રેકોર્ડ બનાવ્યો છે. આ અગાઉ પણ તેમને ટોચના ૧૦ મધ્ય પૂર્વીય કોમ્પ્યુટરિંગ નિષ્ણાતોમાંના એક તરીકે પસંદ કરાયા હતા. અવ્વાદે ગયા વર્ષે સતત પાંચમી વખત એમવીપી એવોર્ડ જીત્યા પછી સ્ઈર્સ્ં જોડે વાત કરી હતી, તે પછી તેમણે વાર્ષિક સ્પર્ધામાં ભાગ લેવાનું ચાલુ રાખ્યું હતું. જેમાં સેંકડો હજારો ટેકનોલોજી નિષ્ણાંત, સમગ્ર વિશ્વમાંથી કડક નિયમો અને માપદંડો હેઠળ હરીફાઈ કરે છે. માઈક્રોસોફ્ટમાં સ્પર્ધાઓ જીત્યા સિવાય અવ્વાદે તેની કુશળતાનો ફાળો એક યુરોપિયન ટીમને આપ્યો. જેણે આર્ટિફિશિયલ ઈન્ટલીજન્સના ઉપયોગ દ્વારા એક અદ્યતન સિસ્ટમ વિકસીત કરી છે જે શ્વસન કોવિડ-૧૯થી સંક્રમિત લોકોને ઓળખી શકે છે અને ડબ્લ્યુએચઓ દ્વારા નિર્ધારિત, વાયરસ સામેના નિવારણ ધોરણોનું કેટલી હદે લોકો પાલન કરે છે. તે માપવા માટે પણ સક્ષમ છે. યુરોપ અને મધ્યપૂર્વમાં સ્થિત સરકારી સંસ્થાનોના એક સમૂહે સિસ્ટમ ઈન્સ્ટોલ કર્યું અને તેનું પરીક્ષણ કર્યું અને અંતિમ સંપાદન સોદા માટે વાટાઘાટો ચાલી રહી છે. જેમાં અવ્વાદે કહ્યું કે આ સિસ્ટમ પેલેસ્ટીનીયન અધિકારીઓને વિના મૂલ્યે નિઃશુલ્ક આપવી જોઈએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks