પોલીસથી ભાગી રહેલા ક્રિકેટર ટોમ મેનાર્ડનું ટ્રેન અકસ્માતમાં મોત થયું હતું

નવી દિલ્હી,તા.૧૪
ક્રિકેટ જગતમાં ઘણીવાર ક્રિકેટ ખેલાડી દુર્ઘટનાઓના શિકાર બની જાય છે. કોઈનું કરિયર ખતમ થઈ જાય છે. તો કોઈનો જીવ જતો રહે છે. ત્યારે આજે અમે તમને એવી જ એક ઘટના અંગે જણાવીશું જેમાં ઇંગ્લેન્ડના માત્ર ૨૩ વર્ષના ક્રિકેટરે દુનિયાને અલવિદા કહ્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ ઈંગ્લેન્ડના ટોમ મેનાર્ડ સર્રે માટે રમતો હતો. તે રાઇટ હેન્ડ બેટ્‌સમેન હતો અને તેને ઇંગ્લેન્ડ ટીમનો ભવિષ્ય માનવામાં આવતો હતો. મેનાર્ડનું મોત વર્ષ ૨૦૧૨માં થયું હતું જ્યારે તે પશ્ચિમી લંડનમાં પોલીસથી બચીને ભાગી રહ્યો હતો અને વિંબલડન પાર્ક સ્ટેશન પાસે રેલવે લાઇનમાં તેણે કરંટ લાગ્યો અને ત્યાર બાદ ટ્રેનથી અકસ્માતમાં તેનું મોત થયું હતું.
મીડિયા રિપોર્ટ મુજબ ૧૮ જૂન ૨૦૧૨ના રોજ મેનાર્ડને આર્થર રોડ, વિંબલડનમાં પોલીસે રોક્યો હતો. તે પોતાની મર્સીડીઝમાં હતો. પોલીસે મેનાર્ડને અયોગ્ય રીતે ગાડી ચલાવતા જોયો હતો. તેથી રોકવાની કોશિશ કરી. પરંતુ મેનાર્ડ તે સમયે ગભરાઈ ગયો અને તેણે પોતાની ગાડી ભગાવી અને ત્યાર બાદ જ્યારે પોલીસે પીછો કર્યો તો મેનાર્ડ પોલીસને ચકમો આપી ગાયબ થઈ ગયો. પરંતુ, ત્યાર બાદ સવારે ૫ વાગીને ૧૦ મિનિટે મેનાર્ડનો મૃતદેહ રેલવે ટ્રેક પર મળ્યો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks