પોલીસે રોકવા પર ભાગી ગયા… દલિત મહિલાની હત્યાઅને તેની પુત્રીના અપહરણ પછી ચંદ્રશેખર મેરઠ જવા રવાના

મેરઠ પોલીસના જણાવ્યા અનુસાર જિલ્લાના કાપસાદ ગામમાં ગુનેગારોએ ૨૦ વર્ષની છોકરીનું અપહરણ કર્યું હતું. ઘટના દરમિયાન ૫૦ વર્ષીય મહિલાએ તેની પુત્રીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગુનેગારોએ તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું બાદમાં મૃત્યુ થયું હતું. મેરઠ જિલ્લાના કાપસાદ ગામમાં દલિત મહિલાની હત્યા અને તેની પુત્રીના અપહરણથી વિસ્તારમાં તણાવ ફેલાયો છે

  • સાંસદ ચંદ્રશેખરને ગાઝીપુર બોર્ડર પર ગાઝિયાબાદ પોલીસે અટકાવ્યા હતા, જેના કારણે પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી • નગીના સાંસદને કાપસાદ ગામ પહોંચતા અટકાવવા માટે પોલીસે દિલ્હીથી મેરઠ સુધી ચાર સ્તરીય નાકાબંધી લગાવી છે

(એજન્સી)
ગાઝીપુર (ઉત્તરપ્રદેશ), તા.૧૧
મેરઠ જિલ્લાના સરધના વિસ્તારના કાપસાદ ગામમાં દલિત મહિલાની હત્યા અને તેની પુત્રીના અપહરણ બાદ તણાવ ફેલાયો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું, જેના કારણે આખું ગામ રીતસર એક છાવણીમાં ફેરવાઈ ગયું હતું. આ ઘટના પર રાજકારણ પણ તેજ બન્યું છે. આઝાદ સમાજ પાર્ટીના પ્રમુખ અને સાંસદ ચંદ્રશેખર આઝાદ પણ પીડિત પરિવારને મળવા માટે નીકળ્યા હતા. જો કે, ગાઝિયાબાદ પોલીસે તેમને ગાઝિયાબાદ સરહદ પર રોક્યા હતા, જેના કારણે તેઓએ રસ્તા પર જ દોટ મૂકી હતી.ગાઝિયાબાદ સરહદ પર રોકવામાં આવતા, સાંસદ ચંદ્રશેખર આઝાદ સાથે ગાઝિયાબાદ પોલીસની ઝપાઝપી થઈ હતી. ત્યારબાદ તેઓ પોતાની કાર છોડીને પગપાળા ચાલતા રહ્યા. ત્યારબાદ તેઓએ દોટ મૂકી હતી, પછી પોતાની કારમાં બેસીને મેરઠ જવા રવાના થયા હતા.આ દરમિયાન, ગાઝિયાબાદ પોલીસ માથું ખંજવાળતી રહી. ત્યારબાદ તેઓએ ટોલ પ્લાઝા પર ચંદ્રશેખર આઝાદની શોધ શરૂ કરી. પોલીસે તેમને રોકવા માટે દિલ્હીથી મેરઠ સુધી નાકાબંધી ગોઠવી છે. મેરઠ હત્યાકાંડમાં સામેલ દલિત પરિવારને મળવા જઈ રહેલા નગીના સાંસદને રોકવા માટે પોલીસે ચાર-સ્તરીય સુરક્ષા તૈનાત કરી છે.
ચંદ્રશેખર આઝાદને રોકવા માટે પોલીસે નાકાબંધી કરીગાઝીપુર ટોલ પ્લાઝાથી કાશી ટોલ પ્લાઝા અને સિવે ટોલ પ્લાઝા પર પોલીસ ચોકીઓ ગોઠવી છે. ચંદ્રશેખર આઝાદને પણ તેમના ગામમાં જવા દેવામાં આવશે નહીં. ભીમ આર્મીના સુપ્રીમોને રોકવા માટે ત્રણ સ્થળોએ ભારે પોલીસ ચોકીઓ ગોઠવવામાં આવી છે. પહેલી નાકાબંધી દિલ્હી નજીક કાશીપુર ટોલ પ્લાઝા પર છે. બીજી નાકાબંધી સિવે ટોલ પ્લાઝા પર છે અને ત્રીજું કાપસાધ ગામ નજીક અનેક સ્થળોએ છે, જેમાં અનેક નાના-મોટા પોલીસ ચોકીઓ છે. આ દરમિયાન, આઝાદ સમાજ પાર્ટીના સભ્યોએ કાશી ટોલ પ્લાઝા પર ધરણા પ્રદર્શન કર્યા. આ નાકાબંધી કાપસાધ ગામની અંદર આવેલી છે. મેરઠ પોલીસના જણાવ્યા અનુસાર, જિલ્લાના કાપસાધ ગામમાં ગુનેગારોએ ૨૦ વર્ષની છોકરીનું અપહરણ કર્યું હતું. ઘટના દરમિયાન, ૫૦ વર્ષીય મહિલાએ તેની પુત્રીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગુનેગારોએ તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. મહિલાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાદમાં મૃત્યુ થયું હતું.કાપસાદ ગામમાં માતાની હત્યા અને પુત્રીનું અપહરણપોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સરધાણા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કાપસદ ગામમાં અનુસૂચિત જાતિની એક મહિલા તેની ૨૦ વર્ષની પુત્રી સાથે શેરડી વાઢવા માટે ખેતરમાં જઈ રહી હતી, ત્યારે ગામના રહેવાસી પારસ નામના એક યુવકે તેમને રોક્યા અને કથિત રીતે તેમને હેરાન કરવાનું શરૂ કર્યું. જ્યારે મહિલાએ પ્રતિકાર કર્યો, ત્યારે આરોપીએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને તેના માથા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો, જેના કારણે તે ઘટનાસ્થળે જ ફસડાઈ પડી હતી. ત્યારબાદ આરોપી તેની પુત્રીને બળજબરીથી ઉઠાવી ગયો હતો. વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) ડો. વિપિન તાડાએ જણાવ્યું કે મહિલા અનુસૂચિત જાતિની છે, જ્યારે યુવક બીજી જાતિનો છે, અને તેઓ લાંબા સમયથી એકબીજાને ઓળખે છે. આ ઘટનાથી વિસ્તારમાં ગુસ્સો ફેલાયો છે. પોલીસે આરોપીઓની ઓળખ પારસ સોમ અને સુનીલ કુમાર તરીકે કરી છે, બંને એક જ ગામના હોવાનું કહેવાય છે. પોલીસ હાલમાં આરોપી અને અપહરણ કરાયેલી છોકરીની શોધ કરી રહી છે. છોકરીની સલામત શોધ અને આરોપીઓની ધરપકડ માટે આઠ પોલીસ ટીમો બનાવવામાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks