રોહિત વેમુલાને તેના જન્મદિને એક લાગણીસભર પત્ર
રોહિત, તું ભલે મૃત્યુ પામ્યો પરંતુ રોહિત વેમુલાના વિચારો હજુ જીવિત છે
(એજન્સી) તા.૧
પ્રિય રોહિત,
તારા ૨૭માં જન્મદિને મને તે જે વિદાય નોંધ છોડી છે તે જોઇને આપણા મહાન શાયર સાહિર લુધિયાનવીએ આ વિશ્વને વખોડવા માટે પ્યાસામાં લખેલા શબ્દો યાદ આવી ગયા. જો કે મૃત્યુ દ્વારા તે જે શત્રુઓને ઊભા કર્યા છે તેમને તારી આત્મહત્યા, હતાશા અને તબીબી ડિપ્રેશનના પરિણામરૂપ હતી એવી દલીલ ક૨વા માટે તારા જ આખરી શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જ્યારે અમારામાંના ઘણાએ આ શબ્દોને એક સ્પષ્ટ, પ્રબુદ્ધ અને સંવેદનશીલ વ્યક્તિની પ્રતીતિ તરીકે જોયા હતા. આમ પ્યાસામાં શાહીર અને ગુરુદત્તની જેમ તારામાં આ વિશ્વને વખોડી કાઢવા અને તેના દંભ, ક્રૂરતા અને મૂર્ખામી પર હસી કાઢવા માટે સાહસ અને વિચારોની સ્પષ્ટતા હતી. અલબત તે તારા મૃત્યુ માટે કોઇને દોષિત ગણાવ્યા નથી. મહાત્મા ગાંધીએ પણ જ્યારે તેમની આ જ દિવસે હત્યા કરાઇ હતી ત્યારે તેમણે પણ કોઇને દોષ આપ્યો ન હતો. પરંતુ જેમ ગહન રીતે ગાંધીજીને કોણે મારી નાખ્યા તે અમે જાણીએ છીએ તેમ તારા મૃત્યુ પાછળ ક્યા લોકો અને કઇ વિચારધારા હતી તે અમે જાણીએ છીએ.
મારું ધ્યાન નોંધમાંથી તે જે લાઇનો ચેકી નાખી હતી તેના પ્રત્યે દોરવામાં આવ્યું હતું. ‘એએસએ, એસએફઆઇ અને બીજું ઘણું બધુ માત્ર અસ્તિત્વને ખાતર અસ્તિત્વ ધરાવે છે. વ્યક્તિનું હિત અને આ સંગઠનનું હિત ભાગ્યે જ મેચ થાય છે. સત્તા મેળવવા ઘણીવાર આપણે વધુ પડતો અંદાજ લગાવીએ છીએ.
એક વાત દેખિતી છે કે તું લોકપ્રિય કે શક્તિશાળી બનવા માગતો ન હતો તું ક્યારેય એટલો મહત્વપૂર્ણ બનવા માગતો ન હતો કે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને તારી જ્ઞાતિમાં રસ પડે કે તારા ફેમિલી પર ઇન્ટેલિજન્સ રિપોર્ટ મગાવે અથવા તો વડાપ્રધાન તારા માતાની ખોટ અંગે જાહેરમાં ભાવુક બની જાય. રાજકારણીઓના કાવાદાવા, મગરના આંસુ અને તંત્રને જોઇને તે કદાચ કહ્યું હોત ‘જહાં એક ખિલૌના હૈ ઇન્સાનકી હસ્તી, યે બસ્તી હૈ મુર્દા પરસ્તોકી બસ્તી. યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ? તે જોયું હશે કે તારી યુનિવર્સિટીના વીસી રજા પર ઉતરી ગયા છે. તેમની એડહોક રિપ્લેસમેન્ટ બદલવામાં આવી છે. આમ તે જે યુદ્ધ શરૂ કર્યું હતું તે હવે બદલવા લાગ્યું છે. તું હીરોની જેમ મૃત્યુ પામ્યો અને જે લોકોએ તને મારી નાખ્યો તે અત્યારે શ૨મ અનુભવી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે બહુ ઓછા દલિતોને ભારતમાં પીએચડી કરવાની તક મળે છે. આમ સમગ્ર સિસ્ટમમાં ભયાનક ખામી હતી પરંતુ તારા મૃત્યુએ આ બધા મુદ્દા ઉઘાડા પાડી દીધા છે. ભારતના જ્ઞાતિવાદી માનસ, ક્રૂર, ભેદભાવયુક્ત સંસ્થાઓ અને અસંવેદનશીલ અનુવાદી રાજકારણીઓએ ડ્રોઇંગ રૂમ, ટીવી સ્ટુડિયો અને સરકારી બેઠકોમાં ચર્ચા શરૂ કરી છે. તું મૃત્યુ પામ્યો હોઇશ, પરંતુ રોહિત વેમુલાના વિચારો, જ્યાં દરેકને સમાન તકો અને અધિકારો હોય એવા ભારત માટે લડતા એક સંવેદનશીલ, મહેનતુ અને બુદ્ધિજીવી યુવાન હજુ જીવે છે.