નાનાં બાળકો, પંખીઓ, નાનકડાં પ્રાણીઓ અને પુષ્પો આપણને એટલા માટે વહાલાં લાગે છે કે એ સાવ નિર્દોષ હોય છે. આજે આપણે ચોતરફ સ્વાર્થથી ઘેરાયેલા છીએ ત્યારે આ રીતે જ્યારે કોઈ સો ટચના સોના જેવાં નિઃસ્વાર્થ સજીવો મળી જાય છે ત્યારે મન ખરેખર પ્રફુલ્લિત થઈ જાય છે. એમાં યે કુદરતે દરેક રંગ વર્ગના માનવી કે પશુ પક્ષીઓના બાળકોને એટલી શુદ્ધ માસૂમીયત બક્ષી છે કે તેને ખરેખર કુદરતની અણમોલ ભેટ જ ગણવી રહી. પ્રસ્તુત તસવીર લંડનના બટરફલાય હાઉસના બહારના પ્રાંગણની છે જ્યાં નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમમાં ‘ફોટો કોલ’ વખતે ખીલેલાં પુષ્પ જેવી બાળકીના ચહેરા પર બેસીને મોર્ફો પ્રજાતિનું એક રંગીન પતંગિયું આ રીતે ખીલ્યું ત્યારે આવું આંખને ઠારે એવંુ દૃશ્ય સર્જાયું હતું. (તસવીર પીટર મેકડાર્યમીડ)
Facebook
0
Twitter
0