કેરગિવરથી લઈને ક્લાસમેટ સુધી : આઈઆઈટીના સપનાને સાકાર કરવામાં માતાનું અવિસ્મરણીય યોગદાન
(એજન્સી) નવી દિલ્હી, તા.૭
કોટામાં વિદ્યાર્થીઓ દ્વારા લખાતી સફળતાની દરેક વાર્તા પાછળ અવિરત મહેનત, બલિદાન અને દૃઢ સંકલ્પની એક મોટી સફર છુપાયેલી હોય છે. આ સિદ્ધિઓને આકાર આપવામાં માતા-પિતાનો અતૂટ સાથ અને શિક્ષકોનું માર્ગદર્શન મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ વર્ષે, કોટામાં અભ્યાસ કરીને JEEએડવાન્સ્ડ પાસ કરનાર એક વિદ્યાર્થીની સફળતાની વાર્તા એક એવી માતાના અસાધારણ યોગદાનને ઉજાગર કરે છે, જે સાચા અર્થમાં તેના પુત્રની ક્લાસમેટ બની ગઈ હતી. પુત્રનો અભ્યાસ બગડે નહીં તે માટે માતાએ પોતે ઓનલાઈન ક્લાસ ભર્યા, વિગતવાર નોટ્સ તૈયાર કરી અને આ જ નોટ્સની મદદથી પુત્રએ ભવ્ય સફળતા મેળવી છે. હવે આ યુવાન આઈઆઈટીમાં જોડાવા માટે તૈયાર છે.આ પ્રેરણાદાયી વાર્તા બિહારના સીતામઢીના રહેવાસી ગુંજન કુમાર અને તેની માતા ગુંજાની છે. ગુંજન કોટાની એલન (ALLEN)ઇન્સ્ટિટ્યૂટમાં બે વર્ષથી JEEની તૈયારી કરી રહ્યો હતો, પરંતુ પરીક્ષાના થોડા સમય પહેલા જ તે ગંભીર રીતે બીમાર પડ્યો હતો. તેને ન્યુમોથોરેક્સ (ફેફસું બેસી જવું/કોલેપ્સ થવું) હોવાનું નિદાન થયું હતું, જેના કારણે તે લગભગ ત્રણ મહિના સુધી પથારીવશ રહ્યો અને ક્લાસમાં જઈ શક્યો નહીં. આ મુશ્કેલ સમયમાં તેની માતા આગળ આવી. ગુંજનનો અભ્યાસ અવિરત ચાલુ રહે તે માટે તેની માતાએ તેના માટે ઓનલાઈન લેક્ચરના વીડિયો ચાલુ કર્યા અને સાથે પોતે પણ ક્લાસ જોઈને વિગતવાર નોટ્સ બનાવવાનું શરૂ કર્યું. બી.એડ.ની ડિગ્રી ધરાવતી ગૃહિણી ગુંજા પાછલા કેટલાક વર્ષોથી કોટામાં તેના પુત્ર સાથે રહેતી હતી, અને વર્ષો પછી તેણે પોતાના પુત્રના સપનાને સાકાર કરવા માટે ફરીથી અભ્યાસ શરૂ કર્યો.ગુંજન માત્ર આ ગંભીર બીમારી જ નહીં, પરંતુ દૃષ્ટિની ગંભીર ખામીનો પણ સામનો કરી રહ્યો છે. ૭૦ ટકાથી વધુ દૃષ્ટિ ગુમાવી ચૂકેલો ગુંજન ૯.૫ પાવરના ચશ્મા પહેરે છે. આ તમામ પડકારો છતાં, તેણે JEE મેઇન્સમાં ૯૧.૮ પર્સન્ટાઇલ મેળવ્યા. ત્યારબાદ ત્નJEEએડવાન્સ્ડમાં તેણે PWD OBCકેટેગરીમાં ૫૦મો રેન્ક અને કોમન ઁઉડ્ઢમાં ૧૨૦મો રેન્ક મેળવ્યો છે. હવે તેIIT દિલ્હીમાં કમ્પ્યુટર સાયન્સ બ્રાન્ચમાં એડમિશન મેળવીને આઈઆઈટીઅન બનવાનું પોતાનું સપનું પૂરૂં કરવા જઈ રહ્યો છે. તેના પિતા રાજનારાયણ પ્રસાદ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)માં એન્જિનિયર છે, જ્યારે તેનો નાનો ભાઈ પણ હાલમાં કોટામાં જ ત્નઈઈની તૈયારી કરી રહ્યો છે.સફળતા મેળવ્યા બાદ ગુંજને જણાવ્યું હતું કે, “પરિસ્થિતિ હંમેશા આપણી તરફેણમાં હોતી નથી. પરીક્ષાઓ માત્ર જ્ઞાનની જ નહીં પરંતુ હિંમતની પણ કસોટી કરે છે. મેં નક્કી કર્યું હતું કે હું કોટામાં રહીને જ આઈઆઈટી-જેઈઈ ક્રેક કરીશ અને મેં મારૂં સર્વસ્વ આપી દીધું. જ્યારે હું બીમાર પડ્યો ત્યારે પરીક્ષા પહેલા મારી માતાનો સાથ અમૂલ્ય સાબિત થયો. મારા શિક્ષકોના માર્ગદર્શને પણ મને સફળ થવામાં મદદ કરી. વિદ્યાર્થીઓએ હંમેશા સકારાત્મક રહેવું જોઈએ અને ગમે તેવા પડકારો આવે તો પણ આગળ જોતા રહેવું જોઈએ.”બીજી તરફ ગુંજનની માતા ગુંજાએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, “મારા પુત્રનું સપનું એ જ મારું સપનું છે. જ્યારે તે બીમાર પડ્યો ત્યારે હું સ્વાભાવિક રીતે ચિંતિત હતી. અમે સાથે ઓનલાઈન લેક્ચર્સ જોવાનું શરૂ કર્યું અને મેં તેના માટે નોટ્સ તૈયાર કરી. જ્યારે તે નોટ્સ આખરે તેની તૈયારીમાં કામ આવી, ત્યારે મને અપાર ખુશી થઈ.” એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર નવીન મહેશ્વરીએ જણાવ્યું હતું કે, “કોટા માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ વાલીઓ માટે પણ સાચી પ્રેરણાનું કેન્દ્ર છે. આ શહેર વિદ્યાર્થીઓને માત્ર પરીક્ષા પાસ કરવાનું જ નથી શીખવતું, પરંતુ આત્મવિશ્વાસ પેદા કરે છે અને પડકારોનો સામનો કેવી રીતે કરવો તે શીખવે છે. ગુંજનની વાર્તા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પ્રેરણારૂપ છે.”ઓક્ટોબરમાં ફેફસું કોલેપ્સ થયું અને જાન્યુઆરીમાં પરીક્ષા હતીનબળી દૃષ્ટિ હોવા છતાં ગુંજનના સપના ખૂબ ઊંચા હતા. વર્ષ ૨૦૨૧ના ઓલ ઇન્ડિયા ટોપર મૃદુલ અગ્રવાલના વીડિયોથી પ્રેરિત થઈને તેણે એલન કોટામાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. તેણે ધોરણ ૧૦માં ૮૨.૫% અને ધોરણ ૧૨માં ૭૦% ગુણ મેળવ્યા હતા. વર્ષ ૨૦૨૩માં તે કોટા આવ્યો અને બધું બરાબર ચાલી રહ્યું હતું, ત્યાં જ પરીક્ષાના થોડા સમય પહેલા ૫ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ એક રૂટિન ટેસ્ટ આપ્યા બાદ બીજા જ દિવસે તેના છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો.તબીબી તપાસમાં બહાર આવ્યું કે કોઈ ભારે વસ્તુ ઉપાડવાને કારણે તેના ડાબા ફેફસા પર દબાણ આવ્યું હતું, જેના લીધે ફેફસું કોલેપ્સ (ન્યુમોથોરેક્સ) થઈ ગયું હતું. આ ગંભીર સ્થિતિ બાદ ડોક્ટરોએ તેને ત્રણ મહિના સંપૂર્ણ બેડ રેસ્ટની સલાહ આપી હતી. જોકે, આવી કટોકટીની સ્થિતિમાં પણ માતા-પુત્રની જોડીએ હાર ન માની અને આજે આઈઆઈટી દિલ્હીમાં પ્રવેશ મેળવીને ઇતિહાસ રચી દીધો છે.