(એજન્સી) તા.૯
ફેસબૂકે શુક્રવારે જણાવ્યું કે, તેણે ઈરાન, અફઘાનિસ્તાન, ઈજિપ્ત, તુર્કી, મોરોક્કો, મ્યાનમાર, જ્યોર્જિયા અને યુક્રેનમાં સક્રિય હતા. તેવા નકલી એકાઉન્ટ્સ અને તેના પ્લેટફોર્મ પરના પૃષ્ઠોના સાત જુદા-જુદા નેટવર્કનો “સંકલિત અસાધારણ વર્તન”ના કારણે નાશ કર્યો છે. રોઈટર્સનો અહેવાલ. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મએ જાહેરાત કરી હતી કે, તેણે તેના માસિક અહેવાલના ભાગરૂપે નવા નેટવર્કને સંકલિત અસાધારણ વર્તનમાં ઉતારી દીધા છે. જેમાં એ પણ નોંધાયું છે કે, ફેસબૂકે ઓકટોબરમાં વિશ્વભરમાં ભ્રામક અભિયાનમાં સંડોવાયેલા લગભગ ૮૦૦૦ પાનાને હટાવી દીધા છે. ફેસબૂક દ્વારા ઉતારી દેવાયેલા નેટવર્ક્સ ભ્રામક રાજકીય પ્રભાવના અભિયાનમાં સામેલ હતા. જેમાં બનાવટી એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને પ્રેક્ષકોને સ્થાનિક ક્ષેત્રે અને વિદેશમાં નિશાનો બનાવવામાં આવ્યા હતા. મધ્ય-પૂર્વમાં જૂથોના નેટવર્કને ચલાવતી ઈજિપ્તની ઈસ્લામવાદી ચળવળ “મુસ્લિમ બ્રધરહૂડ” સાથે જોડાયેલા વ્યક્તિઓ દ્વારા ઈજિપ્ત, તુર્કી અને મોરોક્કોમાંથી ફેસબૂક એકાઉન્ટ્સ અને પાનાના નેટવર્કનું સંચાલન કરવામાં આવતું હતું. ફેસબૂકે જણાવ્યું કે, આ પૃષ્ઠોમાં આ ક્ષેત્રના દેશોને નિશાન બનાવવામાં આવ્યા હતા અને તેમાં આતંકવાદ સંબંધિત સામગ્રી સામેલ હતી. ફેસબૂકને જ્યોર્જિયામાં રાજકીય સામગ્રી ફેલાવનારા બે અસાધારણ નેટવર્ક મળી આવ્યા હતા. જેમાંથી એકનો સંબંધ બે રાજકીય પક્ષો સાથે સંકળાયેલા વ્યક્તિઓ સાથે હતો. યુક્રેન અને મ્યાનમારમાં આ દિગ્ગજ સોશિયલ મીડિયા કંપનીએ શોધી કાઢ્યું હતું કે, જાહેર સંપર્ક કંપનીઓ રાજકીય પક્ષો વતી સમાન ભ્રામક અભિયાન ચલાવી રહ્યા છે. ઉગ્રવાદી સામગ્રી અને પ્રચાર કામગીરી સામે લડવા માટે પૂરતા સાધનો ઝડપી રીતે ન વિકસાવવા બદલ કંપની પર દોષારોપણ કરાયા પછી કંપની વૈશ્વિક સ્તરે આવા એકાઉન્ટ્સ પર કડક કાર્યવાહી કરી રહી છે.